બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો દબદબો, આજેય વિવિધ રમતોમાં મળી શકે છે 8 મેડલ! જાણો શેડ્યૂલ

Paris Paralympics 2024 / પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો દબદબો, આજેય વિવિધ રમતોમાં મળી શકે છે 8 મેડલ! જાણો શેડ્યૂલ

Last Updated: 09:27 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને અને આજે આઠમા દિવસે ફરી એકવાર ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં મેડલ જીતવા માટે દાવ રજૂ કરશે. આજે ભારત બીજા આઠ મેડલ જીતી શકે છે.

પેરિસ પેરાલિમ્પિક્સમાં 7મા દિવસે નવો ઈતિહાસ રચાયો હતો. હરવિન્દર સિંહે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને આ રીતે તે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં તીરંદાજીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા હતા. હવે આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો આઠમો દિવસ છે અને આજે ભારત બીજા આઠ મેડલ જીતી શકે છે.

પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હતો. આ સાથે અત્યારે ભારત પાસે કુલ 24 મેડલ છે અને આજે પેરિસ પેરાલિમ્પિક્સના આઠમા દિવસે ફરી એકવાર ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં તેમના પડકારો રજૂ કરતા જોવા મળશે.

PROMOTIONAL 11

ભારતીય ખેલાડીઓ હવે મેડલ ટેલીમાં પોતાનુ સ્થાન સુધારવા પર નજર રાખી રહ્યા છે અને આજે ભારતના શૂટર્સ, જુડો ખેલાડીઓ, તીરંદાજો તેમજ પાવરલિફ્ટર્સ એક્શનમાં જોવા મળશે. બુધવારે ભારત માટે ગોલ્ડ જીતનાર તીરંદાજ હરવિંદર સિંહ ફરી એકવાર મેડલ માટે દાવો કરશે. આ વખતે તે પૂજા સાથે મિક્સ્ડ ટીમ ઓપન રિકર્વમાં મેડલ જીતવા જશે. આ જોડી પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડથી સ્પર્ધાની શરૂઆત કરશે.

આ સિવાય ભારતના બે ખેલાડીઓ જુડોમાં એક્શનમાં હશે. વિમેન્સ કેટેગરીમાં કોકિલા અને બાદમાં મેન્સ કેટેગરીમાં કપિલ પરમાર મેડલ માટે દાવો કરશે. પેરિસમાં બ્રોન્ઝ જીતનાર મોના અગ્રવાલ મિક્સ્ડ 50 મીટર પ્રોન સ્પર્ધામાં સિદ્ધાર્થ બાબુ સાથે ભાગ લેશે.

વધુ વાંચો: કસરત બાદ ક્યારેય પણ ન કરતા આવી ભૂલો, નહીંતર હેલ્થને થઇ શકે છે આડઅસર

વર્લ્ડ એથ્લેટિક્સ પેરા ચેમ્પિયનશિપમાં 100 મીટરમાં ભારત માટે ગોલ્ડ જીતનાર સિમરન શર્મા ફરી એકવાર એક્શનમાં જોવા મળશે અને મેન્સ શોટપુટ F35 ફાઇનલમાં અરવિંદ મેડલ જીતવા માટે એક્શનમાં જોવા મળશે. સાથે જ પાવરલિફ્ટિંગમાં પુરુષોની 65 કિગ્રા ફાઇનલ પણ આજે જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paris Paralympics 2024 Paris Paralympics 2024 Day 8 Paralympics 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ