બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / હરવિંદર સિંહે ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિક્સમાં આવું કરનાર બન્યો પહેલો ભારતીય
Last Updated: 12:14 AM, 5 September 2024
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. બુધવારે તીરંદાજ હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના 22 મેડલ છે. જેમાં 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ સાથે ભારત પેરાલિમ્પિક મેડલ ટેબલમાં 15માં સ્થાને પહોંચી ગયું છે. હરવિંદરે ફાઇનલમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને 6-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તીરંદાજીમાં આ ભારતનો પહેલો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ છે અને તેમનો બીજો પેરાલિમ્પિક મેડલ પણ છે.
ADVERTISEMENT
Fourth GOLD 🥇 For INDIA 🇮🇳
— Doordarshan Sports (@ddsportschannel) September 4, 2024
🏹 Harvinder Singh beat Lukasz Ciszek of Poland by 6-0 in the final of Men's Individual Recurve Open.#Paris2024 #Cheer4Bharat #Paralympics2024 @mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI… pic.twitter.com/nynOhB1W4G
પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ હતો. હરવિંદરના ગોલ્ડ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા હવે 22 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 4 ગોલ્ડ, 7 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હરવિંદર સિંહે ચાઈનીઝ તાઈપેઈના ત્સેંગ લુંગ હુઈને 7-3થી હરાવ્યા બાદ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઈન્ડોનેશિયાના સેતિયાવાનને 6-2થી હરાવ્યો હતો. ત્યારબાદ તેણે ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાના હેક્ટર જુલિયો રામિરેઝને 6-2થી હરાવ્યો હતો. ત્યારબાદ હરવિન્દરે સેમિફાઈનલમાં તેના ઈરાની હરીફ મોહમ્મદ રેઝા આરબ અમેરીને 7-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT
HARVINDER HITS GOLD!🥇
— JioCinema (@JioCinema) September 4, 2024
Making history as the first Indian to clinch a gold in Archery at the #Paralympics 🎯
A true bullseye moment for India! 🇮🇳#ParalympicsOnJioCinema#JioCinemaSports #Paris2024 #Archery #ParalympicGamesParis2024 pic.twitter.com/gvOeV8Q8GI
હરિયાણાના અજીત નગરના ખેડૂત પરિવારના હરવિંદર જ્યારે 1.5 વર્ષના હતા ત્યારે ડેન્ગ્યુથી પીડિત હતા અને તેની સારવાર માટે તેને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ ઈન્જેક્શનની આડ અસરોને કારણે તેના પગમાં ગતિશીલતા ઘટી ગઈ. પડકારો હોવા છતાં તેણે તીરંદાજી લીધી અને 2017 પેરા તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેની શરૂઆત પર સાતમું સ્થાન મેળવ્યું. હરવિન્દરે ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો કારણ કે તે ભારતનો પહેલો તીરંદાજી મેડલ હતો. તીરંદાજીમાં સફળતાની સાથે તે અર્થશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી પણ લઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડ મેડલ વિજેતા હરવિંદર સિંહને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું, પેરા તીરંદાજીમાં ખૂબ જ ખાસ ગોલ્ડ મેડલ. પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હરવિન્દર સિંહને અભિનંદન. તેની સિદ્ધિથી ભારત ખૂબ જ ખુશ છે.
A very special Gold in Para Archery!
— Narendra Modi (@narendramodi) September 4, 2024
Congratulations to Harvinder Singh for winning the Gold medal in the Men's Individual Recurve Open at the #Paralympics2024!
His precision, focus and unwavering spirit are outstanding. India is very happy with his accomplishment.… pic.twitter.com/CFFl8p7yP2
વધુ વાંચો : શ્વેતા તિવારીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી? તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.