બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / ટ્રેનિંગ માટે પૈસા નહોતા, હવે બન્યો ઓલિમ્પિક ચેમ્પિયન... જાણો કોણ છે પાકિસ્તાનનો ખેલાડી અરશદ નદીમ
Last Updated: 08:17 AM, 9 August 2024
પાકિસ્તાનના જૈવલિન થ્રોઅર અરશદ નદીમે ભાલા ફેંક ઈવેન્ટમાં ઓલિમ્પિકનો રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. તેમણે 92.97 મીટર દૂર ભાલો ફેંક્યો અને નવો એલિમ્પિક રેકોર્ડ પોતાના નામે કર્યો. માટે પહેલા નોર્નેના એથલીટ થોરકિલ્ડસેન એન્ડ્રિયાસને વર્ષ 2008માં બીજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટરનો રેકોર્ડ બનાવ્યો હતો.
ADVERTISEMENT
By the will of Almighty and the prayers of the entire nation, I have made it to the finals of the Paris 2024 Olympics.
— Arshad Nadeem (@ArshadOlympian1) August 6, 2024
I hope you’ll pray more for the finale coming up on August 8th at 11:25pm PST.
I will try my best to win the medal and make the whole nation proud. pic.twitter.com/7WOemIShsS
હવે નદીમે આ રેકોર્ડને તોડી નાખ્યો છે. તેની સાથે જ પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલો મોકો છે જ્યારે એલિમ્પિકમાં એવા એથલીટે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ADVERTISEMENT
ટ્રેનિંગ માટે ભેગો કર્યો ફાળો
હકીકતે અરશદ નદીમના પિતા એક શ્રમિક હતા. તેમની પાસે એટલા પૈસા ન હતા કે તે ઘર ખર્ચના ઉપરાંત નદીમની ટ્રેનિંગનો ખર્ચ ઉપાડી શકે. એવામાં તેમને પેરિસ ઓલિમ્પિકના જૈવલિન થ્રો ટ્રેનિંગ માટે ફાળો ભેગો કરવો પડ્યો. આટલું જ નહીં. તેમણે આર્થિક તંગીના કારણે તૈયારી એક જુના ભાલાથી કરવી પડી હતી.
આ ભાલો ખરાબ પણ થઈ ચુક્યો હતો. તેમણે જણાવ્યું કે તે ઘણા વર્ષોથી ઈન્ટરનેશનલ લેવલનો નવો ભાલો નથી ખરીદી શક્યા અને જુના ડેમેજ થઈ ચુકેલા ભાલાથી જ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે પાકિસ્તાની ખેલ પ્રશાસનને નવો ભાલો આપવા માટે મદદ પણ માંગી હતી.
નાનપણથી જ રમતનો શોખ
એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના સ્ટાર એથલીટ અરશદ નદીમે જણાવ્યું હતું કે જ્યારે તે નાના હતા તો પોતાના પિતાની સાથે પાકિસ્તાનના ફેમસ ખેલ નેઝાબાજી જોવા જતા હતા. આ રમતમાં ઘણા ખેલાડી હાથમાં લાંબી સ્ટીકથી જમીન પર મુકેલા એક નિશાનને ઉઠાવતા હતા. તેમને આ રમત ગમી ગઈ અને તેમણે તેની ટ્રેનિંગ શરૂ કરી દીધી.
વધુ વાંચો: ઓલિમ્પિકમાં ભારતનું 'સુવર્ણ' સપનું રોળાયું, ભાલા ફેંકમાં નીરજને સિલ્વર, પાકિસ્તાનને ગોલ્ડ
પરંતુ આ વચ્ચે તેમને જેવલિન થ્રોમાં રસ પડવા લાગ્યો અને તેની પ્રેક્ટિસ શરૂ કરી. તેમણે જણાવ્યું કે તેમને નેજાબાજીની ટ્રેનિંગનો ફાયદો જેવલિન થ્રોમાં પણ મળ્યો. સ્કૂલના એથલેટિક્સ ઈવેન્ટ વખતે જ્યારે તેમણે જેવલિન થ્રો કર્યું તો બધા ચોંકી ઉઠ્યા હતા. તેમના આ ટેલેન્ટ પર સ્કૂલના કોચ રશીદ અહમદ સકીની નજર પડી તો તેમણે નદીમની જૈવિન થ્રોમાં ટ્રેનિંગ શરૂ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.