બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / વિનેશ બાદ હવે ભારતીય રેસલર અંતિમ પંઘાલનું સપનું તૂટ્યું, કર્યો પેરિસ છોડવાનો આદેશ, કારણ ચોંકાવનારું
Last Updated: 09:14 AM, 8 August 2024
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને એક પછી એક મોટા ઝટકાઓ લાગી રહ્યા છે. ગઇકાલે જ્યાં એક તરફ રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યાં હવે બીજી તરફ તો એક ભારતીય મહિલા રેસલરને પેરિસ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Indian wrestler Antim Panghal and the team will be deported from Paris for disciplinary violations.
— Jayant Thakur (नाई,OBC) (@realjayant1) August 8, 2024
Antim told his sister and handed over Manyata to collect her luggage from the sports village.
Although his sister managed to get inside, she was caught by security personnel on… pic.twitter.com/AmydrIM4sP
યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ હવે તેને તેની આખી ટીમ સાથે પેરિસ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે તેની સામે અધિકારીઓએ શિસ્તભંગની કાર્યવાહી કરીને આ નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
મહિલાઓની 53 કિગ્રા ઈવેન્ટમાં તેની મેચ હાર્યા બાદ અંતિમ ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી. ફાઇનલ મેચ હાર્યા બાદ અંતિમ હોટલમાં ગઈ અને અન્ય સાથી ખેલાડીઓ સાથે ત્યાં જ રોકાઈ હતી પરંતુ તેનો સામાન ત્યાં છૂટી ગયો હતો જે બાદ અંતિમી તેનું એક્રીડેશન કાર્ડ બહેન આપ્યું અને સામાન લેવા ત્યાં મોકલી હતી. જો કે સ્પોર્ટ્સ વિલેજમાં એન્ટ્રી કરતાં સમયે તેણીને ત્યાં રોકવામાં આવી હતી.
બીજાના કાર્ડ સાથે એન્ટ્રી કરતાં પેરિસ પોલીસે તેની અટકાયત કરી હતી અને ભારતના હસ્તક્ષેપ બાદ જ તેને ત્યાંથી જવા દેવામાં આવી હતી એ બાદ હવે ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ અંતિમ પંઘાલ, તેની બહેન, તેના કોચ (ભગત સિંહ) અને તેના પ્રેક્ટિસ રેસલર(વિકાસ)ને પેરિસ છોડવા માટે આદેશ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.