બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Olympics 2024 / વિનેશ ફોગાટ હજુય સિલ્વર મેડલ જીતી શકે તેવી શક્યતા, કહાનીમાં વધુ એક ટ્વિસ્ટ બાકી

પેરિસ ઓલિમ્પિક 2024 / વિનેશ ફોગાટ હજુય સિલ્વર મેડલ જીતી શકે તેવી શક્યતા, કહાનીમાં વધુ એક ટ્વિસ્ટ બાકી

Last Updated: 08:27 AM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિનેશ ફોગાટે બુધવારે રેસલિંગ ફાઇનલ માટે અયોગ્ય જાહેર થયા બાદ આ સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી અને આ કેસની સુનાવણી ગુરુવારે એટલે કે આજે થશે.

ભારતીય રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચીને પણ મેડલ જીતી શકી નથી. 29 વર્ષની વિનેશનું ફાઈનલ મેચના દિવસે સવારે કુસ્તીબાજોનું વજન કરવામાં આવ્યું જેમાં તેનું વજન 100 ગ્રામ વધુ હતું. જેના કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને તેને સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યું નથી. આ દરમિયાન વિનેશે કુસ્તીમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે બુધવારે પેરિસ ઓલિમ્પિક્સની મહિલા કુસ્તી 50 કિગ્રા ફાઇનલમાં તેણીની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી અને માંગ કરી હતી કે તેણીને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે.

PROMOTIONAL 8

જાણીતું છે કે ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10 દિવસના સમયગાળા દરમિયાન ઉદ્ભવતા કોઈપણ વિવાદના નિરાકરણ માટે અહીં એડ-હોક વિભાગની સ્થાપના કરવામાં આવી છે. આ કેસની સુનાવણી ગુરુવારે એટલે કે આજે સવારે થશે એન આજે જો નિર્ણય વિનેશ તરફ આવ્યો તો ભારતને સિલ્વર મેડલ હજુ પણ મળી શકે છે.

વધુ વાંચો: 'મા હું હારી ગઈ...', ચેમ્પિયન વિનેશ ફોગાટે કુશ્તીને કહ્યું અલવિદા, X પર કર્યું સંન્યાસનું એલાન

વિનેશ ફોગાટની માંગ છે કે તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવો જોઈએ. આ સાથે તેણે ફાઈનલ મેચ રમવાની પરવાનગી પણ માંગી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. હવે વિનેશની સિલ્વર મેડલની માંગ પર નિર્ણય લેવાનો છે. હવે કોર્ટ 11:30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે અને વિનેશની તરફેણમાં ચુકાદો કચે છે તો IOCએ સંયુક્ત રીતે વિનેશને સિલ્વર મેડલ આપવો પડશે. એટલે કે 50 કિલોગ્રામ મહિલા કુશ્તીની ફાઈનલ મેચમાં હારેલી કુસ્તીબાજની સાથે વિનેશે પણ સંયુક્ત રીતે સિલ્વર મેડલ જીતશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vinesh Phogat Disqualified Vinesh Phogat Paris Olympics 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ