બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / હવે રાજકારણી લાવશે દેશ માટે મેડલ, આ ધારાસભ્ય પેરિસ ઓલિમ્પિકમાં લેશે ભાગ
Last Updated: 03:01 PM, 17 July 2024
પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ઓલિમ્પિક આજ મહિનાની 26 તારીખથી શરૂ થવા જઈ રહ્યા છે. તેના માટે ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. પુરૂષથી લઈને મહિલાઓ સુધી બધા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે અને ભારતે જીત અપાવવા માટે કમર કસી લીધી છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ભારતે ગઈ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ્સ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. તેવી જ રીતે આ વખતે પણ ભારતની નજર પોતાના મેડલ્સની સંખ્યા વધારવા પર છે અને તેના માટે ભારતને પોતાના નિશાનેબાજો પાસેથી પણ ખૂબ આશા છે.
ADVERTISEMENT
શ્રેયસી સિંહ લેશે ઓલિમ્પિક 2024માં ભાગ
આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024માં એક અનુભવી મહિલા નિશાનેબાજ શ્રેયસી સિંહ પણ ભાગ લેવાની છે. જે પહેલી વખત કોઈ ઓલિમ્પિકમાં રમશે. જાણકારી અનુસાર શ્રેયસી ધારાસભ્ય છે. વર્ષ 2020માં શ્રેયસી સિંહ જમુઈની સીટમાંથી ભાજપામાં શામેલ થઈ. તે એક અનુભવી શૂટર છે અને 26 જુલાઈથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
કોણ છે શ્રેયસી સિંહ?
32 વર્ષીય શ્રેયસી સિંહ એક અનુભવી શૂટર હોવાની સાથે સાથે બિહારમાં બીજેપીની મહિલા ધારાસભ્ય છે. તે બિહારના જમુઈમાંથી ધારાસભ્ય છે. તે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પહેલી ધારાસભ્ય છે. સાથે જ દેશવાસીઓને પણ પેરિસ ઓલિમ્પિકમાં શ્રેયસ પાસેથી ખૂબ જ આશાઓ છે. જણાવી દઈએ કે શ્રેયસીને રાજેશ્વરી કુમારીની સાથે મહિલા ટ્રેપ ઈવેન્ટ ટીમમાં શામેલ કરવામાં આવી છે.
પિતા પણ હતા શૂટર
શ્રેયસી સિંહને નિશાનેબાજી પોતાના જ પરિવારના વારસામાં મળી છે. હકીકતે તેમના પિતા દિગ્ગજ સિંહ પૂર્વ કેન્દ્ર મંત્રી હતા અને તે શૂટર પણ હતા. આટલું જ નહીં શ્રેયસીના દાદા સેરેંદ્ર સિંહ પણ શૂટર રહી ચુક્યા છે.
વધુ વાંચો: ચોમાસામાં પાણી ભરેલા રોડ પર કાર ચલાવતી વખતે આ ભૂલો ભારે પડશે, થશે હજારો રૂપિયાનું નુકસાન
તેમના ઉપરાંત શ્રેયસીની માતા પુતલ કુમારી બીહારની બાંકા લોકસભા સીટમાંથી સાંસદ રહી ચુકી છે. શ્રેયસીએ દિલ્હીના હંસરાજ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી લીધી છે. તેના બાદ તેમણે એમબીએ કર્યું છે અને પછી શ્રેયસી વર્ષ 2020માં ભાજપમાં શામેલ થઈ ગઈ. હાલ તે બિહારના જમુઈમાં ધારાસભ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.