બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ભારતની રીતિકાનું નસીબ જોર કરી ગયું, ક્વાર્ટર ફાઈનલમાં હાર છતાં મેડલની તક, કેમ મળશે?
Last Updated: 05:14 PM, 10 August 2024
સ્ટાર રેસલર રીતિકા હુડ્ડાની ક્વાર્ટર ફાઈનલમાં હાર થઈ છે. મહિલા કુશ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં કીર્ગીસ્તાનની અપરી કાઈજીએ રીતિકાને હરાવી હતી. જો કે આ મેચ 1-1 થી બરાબર રહી હતી. પરંતુ છેલ્લો પોઈન્ટ અપરી કાઈજીએ ફટકાર્યો હતો જેના કારણે તેને સેમીફાઈનલમાં જગ્યા મળી હતી. હાર છતાં પણ રીતિકા પાસે મેડલ જીતવાની તક છે.
ADVERTISEMENT
હાર છતાં રીતિકા કેવી રીતે જીતી શકે મેડલ?
રીતિકા હુડ્ડા પાસે રેપચેસ દ્વારા હજુ પણ મેડલ જીતવાની આશા છે. જોકે વિજેતા સ્ટાર રેસલર અપરી કેજી આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચે તો જ રીતિકા મેડલ જીતી શકે તેમ છે.
ADVERTISEMENT
હંગેરીની ખેલાડીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
21 વર્ષની રિતિકાએ ટેકનિકલ શ્રેષ્ઠતા સાથે પ્રારંભિક મેચ 12-2થી જીતી હતી. રિતિકા પહેલા પીરિયડમાં 4-0થી આગળ હતી પરંતુ બીજા પીરિયડમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને હંગેરિયન રેસલરને ઘણી તક આપી ન હતી.
વધુ વાંચો : VIDEO : 'ચાલે એવો' ઓલિમ્પિકમાં એવું બન્યું કે પોર્ન સાઈટે ખેલાડીને કરી 2 કરોડની ઓફર
કોણ છે રીતિકા હુડ્ડા
રીતિકા હુડ્ડા હરિયાણાના રોહતક જિલ્લાની છે. તેનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો, જ્યાં કુસ્તીનું વાતાવરણ પહેલેથી જ હતું. બાળપણથી જ રિતિકાએ કુસ્તીમાં રસ દાખવ્યો અને તેના ગામના અખાડામાં તાલીમ લેવાનું શરૂ કર્યું. તેના પિતા પણ એક સમયે કુસ્તીબાજ હતા, જેમણે રિતિકાને કુસ્તી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. રિતિકાની મહેનત અને સમર્પણને કારણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.