બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Olympics 2024 / ઓલિમ્પિકથી ભારત માટે આવી ખુશખબર, હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ, સ્પેનને 2-1 પછાડ્યું
Last Updated: 08:25 PM, 8 August 2024
પેરિસ ઓલિમ્પિકમાં હોકીની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેન સામે ભારતીય હોકી ટીમે શાનદાર જીત મેળવી છે. જે બાદ હવે ભારત પાસે 4 બ્રોન્ઝ મેડલ થઇ ગયા છે. આખા દેશએ હોકી ટીમની જીતને વધાવી લીધી હતી.
ADVERTISEMENT
ભારતનું જોરદાર પ્રદર્શન
ભારતે અત્યાર સુધી 2-1ની લીડ જાળવી રાખી હતી. ત્રીજા ક્વાર્ટરને સમાપ્ત થવામાં લગભગ 5 મિનિટ બાકી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.
ADVERTISEMENT
હરમને બીજો ગોલ કર્યો
આ મેચમાં ભારતે જોરદાર વાપસી કરી છે. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં તેને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આ વખતે પણ કેપ્ટન હરમનપ્રીત સિંહે કોઈ ભૂલ કરી ન હતી. તેણે સ્પેનના ડિફેન્સમાં ઘૂસીને મેચમાં પોતાનો બીજો ગોલ કર્યો હતો. આ રીતે ભારત મેચમાં 2-1થી આગળ છે.
પેનલ્ટી કોર્નર પર ભારતનો પહેલો ગોલ
બીજા ક્વાર્ટરના અંતે ભારતને મેચનો પહેલો પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આના પર ટીમ ઈન્ડિયા એક પણ ગોલ કરી શકી ન હતી. આ પહેલા ભારતે ગોલ કરવાની સુવર્ણ તક ગુમાવી હતી. કાઉન્ટર એટેકમાં ટીમ બોલને ગોલપોસ્ટમાં નાખી શકી નહોતી. આ પછી ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે કેપ્ટન હરમનપ્રીત સિંહે કોઈ ભૂલ ન કરી અને શાનદાર ગોલ કર્યો. ભારતે મેચમાં પુનરાગમન કર્યું અને સ્કોર 1-1 પર લાવી દીધો.
સ્પેને પ્રથમ ગોલ કર્યો
હોકીની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેને ભારત સામે લીડ મેળવી લીધી છે. તેણે મેચનો પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. ભારતીય ખેલાડીની ભૂલના કારણે સ્પેનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. 18મી મિનિટે માર્કો મિરાલેસે કોઈ પણ ભૂલ કર્યા વિના પ્રથમ ગોલ કર્યો હતો. શ્રીજેશ પોતાનો સ્ટ્રોક રોકી શક્યો ન હતો.
ભારતીય ટીમની આક્રમક શરૂઆત
ભારતીય ખેલાડીઓએ પહેલા ક્વાર્ટરમાં આક્રમણ શરૂ કર્યું હતું. મેચની છઠ્ઠી મિનિટે ગોલ આવવાનો હતો પરંતુ સ્પેનિશ ગોલકીપરે શાનદાર બચાવ કર્યો. આ પછી ગોલકીપર શ્રીજેશ દ્વારા સ્પેન દ્વારા કરવામાં આવેલા ગોલને રોકવામાં આવ્યો હતો.
જર્મનીના હાથે સેમીફાઈનલમાં હાર મળી હતી
જર્મનીના હાથે સેમીફાઈનલમાં મળેલી હારનું દુ:ખ ભૂલીને ભારતીય હોકી ટીમ છેલ્લી વખત પેરિસ ઓલિમ્પિકમાં સ્પેન સામે ત્રીજા સ્થાનની પ્લેઓફ મેચમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટમાં ચેમ્પિયનની જેમ રમનારી ભારતીય ટીમનું 44 વર્ષ બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું સપનું મંગળવારે એક રોમાંચક મેચમાં જર્મની સામે 2-3થી હાર સાથે ચકનાચૂર થઈ ગયું હતું. જેને લઇ આજે હરમનપ્રીત સિંહની ટીમે સ્પેન સામે બ્રોન્ઝ મેડલ પ્લેઓફ રમી હતી.
આ પણ વાંચો: આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા, રાહુલ અને સોનિયા ગાંધી સામેલ થઈ શકે
ભારત માટે ખાસ દિવસ
પેરિસ ઓલિમ્પિક 2024નો 13મો દિવસ ભારત માટે ખાસ રહેવાનો છે. ભારતીય હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેન સામે ટકરાશે. ચાહકોને આશા છે કે ભારતની દિવાલ તરીકે ઓળખાતો પીઆર શ્રીજેશ તેની છેલ્લી મેચમાં મેડલ જીતવા માંગશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT