બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / મેડલ જીતવા પર ઓલિમ્પિકમાં ખેલાડીઓને મળે છે કેટલા રૂપિયા? શું તમે જાણો છો, નહીં ને! જાણીને ચોંકી જશો
Last Updated: 11:45 AM, 3 August 2024
અત્યારે આખી દુનિયાની નજર પેરિસમાં યોજાઈ રહેલા ઓલિમ્પિક પર છે. ગેમ્સના મહાકુંભમાં અનેક મોટા એથલીટ ભાગ લઈ રહ્યા છે. ત્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર તમામની નજર ટકેલી છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં મેળવ્યા છે. ભારતે શૂટિંગમાં 3 બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિક 2024માં ધમાલ મચાવી દીધી છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. પછી સરબજોત સિંહ સાથે મળીને તેણે ફરીથી 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું. શૂટિંગ ઇવેન્ટમાં સ્વપ્નિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈના શૂટર સ્વપ્નિલને ઇનામની રકમ જાહેર કરી છે. એવામાં મનમાં એક સવાલ ઉઠે છે કે ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે કેટલા પૈસા મળે છે. સાથે જ એ જાણવું પણ રસપ્રદ છે કે ઓલિમ્પિક મેડલ જીતવા બદલ વિશ્વભરના દેશો તેમના એથલીટને કેટલા ઇનામો આપે છે.
ADVERTISEMENT
ભારત સરકાર આપે છે રોકડ ઇનામ
ADVERTISEMENT
તમને જાણીને નવાઈ લાગશે કે ઓલિમ્પિકમાં મેડલ જીતનારા એથલીટને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા રોકડ ઇનામ આપવામાં આવતું નથી. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ઓછામાં ઓછા 33 દેશો પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પોતાના એથલીટને રોકડ પુરસ્કાર આપશે. આમાંથી 15 દેશો એવા છે જે ગોલ્ડ મેડલ માટે $1,00,000 (અંદાજે રૂ. 82 લાખ)થી વધુ આપીને એથલીટને પ્રોત્સાહિત કરશે. ભારતીય ઓલિમ્પિક સંઘ પણ તેના એથલીટને ઓલિમ્પિક મેડલ જીતવા બદલ ઇનામ આપતું નથી.
જો કે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર એથલીટને ભારત સરકાર ઇનામ આપે છે. ભારત સરકાર ગોલ્ડ મેડલ જીતનાર એથલીટને 75 લાખ રૂપિયા આપે છે. તો સિલ્વર મેડલ જીતનાર એથલીટને સરકાર દ્વારા 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે, જ્યારે દેશ માટે બ્રોન્ઝ મેડલ લાવનાર એથલીટને 30 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આ સિવાય રાજ્ય સરકાર તેના એથલીટને ઇનામ આપવાની જાહેરાત કરે છે.
કયો દેશ ઇનામમાં આપે છે સૌથી વધુ રકમ
ઓલિમ્પિક મેડલ વિજેતાઓને સૌથી વધુ ઇનામ આપનાર દેશ હોંગકોંગ છે. હોંગકોંગ, જે ચીનથી સ્વતંત્ર રીતે ઓલિમ્પિકમાં ભાગ લે છે, ગોલ્ડ મેડલ માટે $768,000 (આશરે રૂ. 6.3 કરોડ) આપે છે. હોંગકોંગ તેના એથ્લેટ્સને સિલ્વર મેડલ માટે $380,000 (આશરે રૂ. 3.1 કરોડ) આપે છે. ઇઝરાયેલ ગોલ્ડ મેડલ માટે $275,000 (લગભગ રૂ. 2.2 કરોડ)ના ઇનામ સાથે બીજા સ્થાને આવે છે. જ્યારે સર્બિયા $218,000 (આશરે રૂ. 1.8 કરોડ)ના ઇનામ સાથે ત્રીજા સ્થાને આવે છે. રસપ્રદ વાત એ છે કે બંને જ દેશોનાં એથલીટે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ દેશોમાં રોકડ સાથે આપે છે ભથ્થું પણ
ઘણા દેશો તેમના ખેલાડીઓને માત્ર રોકડ બોનસ જ નહીં પરંતુ અન્ય ઘણા પ્રકારના પ્રોત્સાહનો પણ આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ (USOPC) સિલ્વર મેડલ માટે $22,500 અને બ્રોન્ઝ મેડલ માટે $15,000 આપે છે. તે તેના ઓલિમ્પિયનોને સ્વાસ્થ્ય વીમા જેવા અનુદાન અને લાભો પણ પ્રદાન કરે છે. તો મલેશિયા અને બલ્ગેરિયા તેમના ગોલ્ડ મેડલ વિજેતાઓને જીવનભર માટે $1,000 (આશરે રૂ. 82 હજાર) કરતાં વધુનું માસિક ભથ્થું આપે છે. ચિલી, કોસોવો અને લિથુઆનિયા જેવા દેશો પણ આગામી ઓલિમ્પિક સુધી તેમના મેડલ વિજેતાઓને સમાન લાભ આપે છે. ન્યુઝીલેન્ડ તેના ગોલ્ડ મેડલ વિજેતાઓને આગામી ઓલિમ્પિક સુધી દર વર્ષે $40,000 (આશરે રૂ. 33 લાખ)નું બોનસ આપે છે. જયારે ડેનમાર્ક, જ્યાં વિશ્વમાં સૌથી વધુ ટેક્સ રેટ્સ છે, તે ગોલ્ડ મેડલ જીતવા પર $15,000 (અંદાજે રૂ. 12 લાખ) નું કરમુક્ત પુરસ્કાર ઓફર કરે છે.
અહીં ઇનામ સાથે આપવામાં આવે છે ઘર અને વાઉચર
કેટલાક દેશો એવા છે કે જેઓ તેમના એથલીટનું સન્માન કરવા માટે માત્ર નાણાકીય પુરસ્કારો જ નથી આપતાં, પણ સાથે જ બીજી ઘણી વસ્તુઓ પણ આપે છે. જેમ કે પોલેન્ડ તેના ગોલ્ડ મેડલ વિજેતાઓને આશરે $82,000 (અંદાજે રૂ. 67 લાખ), પ્રતિષ્ઠિત પોલિશ કલાકારોના પેન્ટિંગ, એક હીરો અને હોલિડે વાઉચર આપે છે. એટલું જ નહીં, પોલેન્ડમાં કોચને પણ ખેલાડીઓ જેટલા જ પુરસ્કાર મળે છે. પોલેન્ડની ઓલિમ્પિક સહભાગિતાના 100 વર્ષની ઉજવણી કરવા માટે, વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને વોર્સોમાં બે બેડરૂમનો એપાર્ટમેન્ટ આપવામાં આવશે, જ્યારે ટીમ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતનારને એક બેડરૂમનો ફ્લેટ મળશે.
આ પણ વાંચો: Video: ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતતા જ આ ખેલાડીને મળ્યું લગ્નનું પ્રપોઝલ, અને પછી જે થયું તે જોઇને ચોંકી જશો
બધા નથી આપતા રોકડ પુરસ્કાર
જો કે, બધા દેશો મેડલ જીતવા પર રોકડ પુરસ્કારો નથી આપતા. નોર્વે, આઈસલેન્ડ અને સ્વીડન જેવા દેશો તેમના રમતવીરોને આર્થિક પુરસ્કાર આપવાને બદલે ઓલિમ્પિક પહેલા તેમનો સાથ આપે છે. એક અહેવાલમાં સ્વીડિશ ઓલિમ્પિક કમિટીના સેક્રેટરી જનરલ આસા એડલંડ જોન્સનને ટાંકીને જણાવ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે ઓલિમ્પિકમાં સફળતાની તકો વધારવા માટે અમારા એથલીટને ગેમ્સ પહેલા સંપૂર્ણ સમર્થન મળે.' બ્રિટનમાં એથલીટની દેખરેખ રાખતી સંસ્થા બ્રિટીશ એથ્લેટિકસ સરકારથી અલગ મેડલ જીતવા પર બોનસ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT