બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / વાહ! 60 વર્ષના દાદી પણ ભજવશે પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ, સાથે નાની વયની આ ભારતીય ખેલાડી મચાવશે ધમાલ
Last Updated: 01:20 PM, 24 July 2024
પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવાને માત્ર ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે આ રમતગમતના મહાઉત્સવમાં દરેક ઉમરના ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોવા મળશે. 11 વર્ષની સ્કેટબોર્ડ ખેલાડીથી લઈને 60ની ઉંમર પાર કરી ચુકેલા ઘોડેસવાર સુધી આ ઓલિમ્પિકમાં મેડલ માટેની દાવેદારી કરતા જોવા મળશે. રસપ્રદ વાત તો એ છે કે ભારતીય ટીમમાં પણ 14 વર્ષીય તરવૈયા ધિનિધિ દેસિંધુ પણ છે જે 44 વર્ષીય દિગ્ગજ રોહન બોપન્ના પાસેથી પ્રેરણા લઈ શકે છે. 26 જુલાઈથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિકમાં સૌથી નાના અને સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ વિશે જાણીએ.
ADVERTISEMENT
ઝેંગ હાઓહાઓ (ચીન, સ્કેટબોર્ડ)
11 વર્ષ અને 11 મહિનાની સ્કેટબોર્ડર ઝેંગ પેરિસ ઓલિમ્પિકમાં સૌથી યુવા ખેલાડી છે. જે અત્યાર સુધીના સૌથી યુવા ઓલિમ્પિયન રહેલ જિમનાસ્ટ દિમિત્રોસ લોન્ડ્રાસ કરતાં એક વર્ષ મોટી છે. દિમિત્રોસે 1896માં 10 વર્ષ અને 218 દિવસની ઉંમરે પ્રથમ ઓલિમ્પિક રમ્યો હતો. 11 ઓગસ્ટે 12 વર્ષની થઈ રહેલી ઝેંગે બુડાપેસ્ટ અને શાંઘાઈમાં ક્વોલિફિકેશન સિરીઝ બાદ પેરિસ માટે સિલેક્ટ થઈ. ખાલી મજા માટે જ સ્કેટબોર્ડિંગ કરવાનું શરૂ કરનાર ઝેંગે કહ્યું, 'કોઈએ મને કહ્યું કે સ્કેટબોર્ડિંગમાં ઘણી મજા આવે છે અને આ સાચું છે. મેં ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પહેલીવાર એક છોકરીને સ્કેટબોર્ડિંગ કરતા જઈ તો મને એ ખૂબ જ કૂલ લાગી.'
ADVERTISEMENT
જીલ ઇરવિંગ (કેનેડા, ઘોડેસવારી)
કેનેડિયન ઘોડેસવાર ટીમની સભ્ય જીલ ઇરવિંગ 61 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. ઓસ્ટ્રેલિયાની મેરી હેન્ના 1996ના એટલાન્ટા ઓલિમ્પિકથી અત્યાર સુધીમાં 6 ઓલિમ્પિકમાં રમી ચૂકી છે અને 69 વર્ષની ઉંમરે તે ઘોડેસવાર ટીમ (ડ્રેસેજ)માં રિઝર્વ ખેલાડી છે અને કદાચ તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક નહીં મળે. તેમની ટીમમાં કોઈ ઈજાગ્રસ્ત અથવા બીમાર હશે તો જ તેને બોલાવવામાં આવશે. જણાવી દઈએ કે ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી ઉંમરના એથ્લેટ સ્વીડિશ શૂટર ઓસ્કર સ્વાન હતા, જેમણે 72 વર્ષની ઉંમરે 1920 એન્ટવર્પ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.
ધિનિધિ દેસિંધુ (સ્વિમર, સૌથી યુવા ભારતીય)
14 વર્ષ અને 2 મહિનાની ધિનિધિ દેસિંધુ મહિલાઓની 200 મીટર ફ્રી સ્ટાઇલમાં ઉતરશે અને તે ભારતીય દળની સૌથી યુવા સભ્ય છે. બેંગલુરુમાં ધોરણ 9 ની વિદ્યાર્થીની ધિનિધિ દેસિંધુ યુનિવર્સિટી ક્વોટા દ્વારા ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ. આ હેઠળ, જો કોઈ પણ દેશના ખેલાડીઓ સીધી લાયકાત માટે યોગ્યતા પૂરી ન કરે તો ટોચના બે ખેલાડીઓને તક આપવામાં આવે છે. ધિનિધિ દેસિંધુ ભારતીય ટીમની બીજી સૌથી યુવા ખેલાડી છે. 1952ના હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો ત્યારે તરણવીર આરતી સાહા 11 વર્ષની હતી.
રોહન બોપન્ના (ટેનિસ, સૌથી વધુ ઉંમરના ભારતીય)
44 વર્ષ અને 4 મહિનાના રોહન બોપન્ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી વધુ ઉંમરના ભારતીય છે. તેઓ તેમની ત્રીજી ઓલિમ્પિક રમી રહ્યા છે અને પુરુષોની ડબલ્સમાં શ્રીરામ બાલાજી સાથે રમવા ઉતરશે. તેમણે મહેશ ભૂપતિ સાથે લંડન ઓલિમ્પિક્સ 2012માં ડેબ્યુ કર્યું હતું. રિયો ઓલિમ્પિકમાં તે બીજા રાઉન્ડમાં લિએન્ડર પેસ સામે હારી ગયા હતા. મિક્સ ડબલ્સમાં તે અને સાનિયા મિર્ઝા બ્રોન્ઝ મેડલથી એક જીત દૂર હતા.
આ પણ વાંચો: ભારતીય સેનાના ખેલાડીઓ લેશે પેરિસ રમતોમાં ભાગ, પહેલી વાર મહિલાઓ પણ થશે સામેલ
જાન્યુઆરીમાં એટીપી ડબલ્સ રેન્કિંગમાં ટોચ પર પહોંચેલા બોપન્નાએ 43 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. તે સિડની જેકબ પછી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર બીજા સૌથી વધુ ઉંમરના ટેનિસ ખેલાડી છે. જેકબ પેરિસ ઓલિમ્પિક 1924માં 44 વર્ષ 267 દિવસની ઉંમરે મેન્સ ડબલ્સ રમ્યો હતો.
ભારતના સૌથી વૃદ્ધ ઓલિમ્પિયન સ્કીટ શૂટર ભીમ સિંહ બહાદુર છે, જેમણે 1976ના મોન્ટ્રીયલ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો જ્યારે તેઓ 66 વર્ષના હતા. ભારતીય ટીમમાં 42 વર્ષીય તીરંદાજ શરથ કમલ અને 40 વર્ષીય તીરંદાજ તરુણદીપ રાય પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.