બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / આજે ભારતનો 7મો મેડલ પાક્કો, આ રમત પર રહેશે સૌ કોઇની નજર, જાણો આજનું શેડ્યૂલ
Last Updated: 11:45 AM, 10 August 2024
પેરિસ ઓલિમ્પિક્સ 2024 હવે અંત તરફ આગળ વધી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં આજે (10 ઓગસ્ટ, શનિવાર) ભારતનો 15મો દિવસ હશે. અત્યાર સુધી પૂર્ણ થયેલા 14 દિવસમાં કુલ 6 મેડલ ભારતના ખાતામાં આવી ગયા છે. હવે 15મા દિવસે ભારતનો 7મો મેડલ નિશ્ચિત થઈ શકે છે. ભારત માટે કુસ્તીમાં સાતમો મેડલ નિશ્ચિત થઈ શકે છે, જેમાં રિતિકા એક્શન કરતી જોવા મળશે.
ADVERTISEMENT
🇮🇳🗓 𝗗𝗔𝗬 𝟭𝟱 𝗮𝗻𝗱 𝗥𝗲𝗲𝘁𝗶𝗸𝗮 𝗳𝗶𝗻𝗮𝗹𝗹𝘆 𝗴𝗲𝘁𝘀 𝗵𝗲𝗿 𝗰𝗮𝗺𝗽𝗮𝗶𝗴𝗻 𝘂𝗻𝗱𝗲𝗿𝘄𝗮𝘆! As we head into day 15 of #Paris2024, here are some key events lined up for tomorrow. 👇
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 9, 2024
🏌♀ Aditi Ashok and Diksha Dagar will see their respective campaigns come to an end… pic.twitter.com/dIMNX1t6AJ
ભારતીય ખેલાડીઓ આજે માત્ર બે રમતમાં ભાગ લેશે. પહેલા અદિતિ અશોક અને દીક્ષા ડાગરની ગોલ્ફ મેચ રમાશે. ગોલ્ફનો ચોથો અને છેલ્લો રાઉન્ડ રમાશે. અત્યાર સુધી પૂરા થયેલા ત્રણ રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું નથી. ત્રણ રાઉન્ડ પૂરા થયા બાદ અદિતિ અશોક 40મા સ્થાને અને દીક્ષા ડાગર 42મા સ્થાને છે. ગોલ્ફનો ચોથો રાઉન્ડ બપોરે 12:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે.
ADVERTISEMENT
કુસ્તીમાં મળી શકે છે 7મો મેડલ
જણાવી દઈએ કે ભારતની રિતિકા આજે ફ્રી સ્ટાઇલ 76 કિલોગ્રામ મહિલા કુસ્તી મુકાબલા માટે મેદાન પર ઉતરશે. રિતિકા ભારતીય કુસ્તી ટીમની છઠ્ઠી અને છેલ્લી રેસલર છે. ભારતીય કુસ્તીબાજ રાઉન્ડ 16 થી તેમના અભિયાનની શરૂઆત કરશે. રિતિકા હંગેરીની બર્નાડેટ નાગી સામે રાઉન્ડ 16માં કુસ્તી લડશે. આ મેટ બીની ચોથી મેચ હશે, જે બપોરે 2:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે.
રિતિકા અહીંથી આગળ વધી વધીને ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. રાઉન્ડ 16 પછી, ક્વાર્ટર-ફાઇનલ અને પછી સેમિ-ફાઇનલ મેચો થશે. ત્યારબાદ છેલ્લે ફાઇનલ મેચ રમાશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિતિકા સ્પર્ધામાં ક્યાં સુધી પહોંચે છે. ભારત રિતિકા પાસેથી વધુ એક મેડલની અપેક્ષા રાખે છે.
આ પણ વાંચો: શું વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? અપીલ પર 3 કલાક ચાલેલી સુનાવણી પૂર્ણ, આજે ફેંસલો
10 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ
ગોલ્ફ - મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ 4 - અદિતિ અશોક અને દીક્ષા ડાગર - બપોરે 12:30 વાગે
કુસ્તી - મહિલાઓની ફ્રી સ્ટાઇલ 76 કિગ્રા રાઉન્ડ ઓફ 16 - રિતિકા હુડા vs બર્નાડેટ નાગી (હંગેરી) - મેટ B પર 4થી મેચ, બપોરે 2:30 વાગે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.