બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / હવે ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા ટીમે ઇતિહાસ સર્જ્યો, બનાવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા
Last Updated: 04:58 PM, 5 August 2024
ટેબલ ટેનિસની મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે રોમાનિયાને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
તેણે તેની બંને સિંગલ મેચ જીતી હતી. આ સિવાય શ્રીજા અકુલા-અર્ચના કામતે ડબલ્સ મેચ જીતી હતી. ભારત પ્રથમ વખત મહિલા ટીમ વર્ગમાં ભાગ લઈ રહ્યું હતું. તેના પહેલા જ પ્રયાસમાં ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર, રિવરફ્રન્ટ પાસે નદીનો આસમાની નજારો
મણિકા બત્રા હીરો બની
આ સમયે બંને દેશો વચ્ચે મેચ 2-2 થી ચાલી રહી હતી. આ દરમિયાન મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં પાંચમી મેચ સીધી ગેમમાં જીતીને ભારતને અંતિમ-આઠ સ્ટેજમાં પહોંચાડ્યું હતું. તેણે પાંચમી ગેમ 11-5, 11-9, 11-9થી જીતી હતી. આ સાથે ભારત મહિલા ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.