બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ ઓલિમ્પિક 2024નો આજે સમાપન સમારોહ, જાણો ક્યા અને કેવી રીતે ફ્રીમાં જોઈ શકાશે
Last Updated: 04:19 PM, 11 August 2024
પેરિસ ઓલિમ્પિક્સના સમાપન સમારોહ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લગભગ ત્રણ અઠવાડિયા સુધી ચાલેલા ઓલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે શરૂ થશે.જ્યાં ભારત તરફથી પીઆર શ્રીજેશ અને મનુ ભાકરને સમાપન સમારોહમાં 'પરેડ ઓફ નેશન્સ' માટે ભારતીય ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સીન નદી પર આયોજિત ઉદઘાટન સમારોહથી વિપરીત, ઓલિમ્પિક સમાપન સમારોહ વધુ પરંપરાગત હશે. તે સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં 80,000 દર્શકોથી ભરપૂર થવાનું છે.
ADVERTISEMENT
આ સમારોહમાં ખેલાડીઓની સિદ્ધિઓ અને યજમાન શહેર પેરિસની સફળતાની ઉજવણી કરવામાં આવશે. ભારત વતી બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા હોકી ખેલાડીઓ પીઆર શ્રીજેશ અને મનુ ભાકરને સમાપન સમારોહમાં 'પરેડ ઓફ નેશન્સ' માટે ભારતીય ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મનુ ભાકરે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બનીને ઈતિહાસ રચ્યો હતો. તેણે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને બાદમાં સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો.
ADVERTISEMENT
'વોલ ઓફ ઈન્ડિયા' તરીકે પ્રખ્યાત શ્રીજેશે ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. હોકીમાં ભારતે સ્પેનને 2-1થી હરાવીને જે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તેમાં શ્રીજેશે સ્પેનના ઘણા ગોલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. તેણે ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ શૂટ-આઉટમાં પણ શાનદાર બચાવ કર્યો હતો, જે મેચમાં ભારતીય હોકી ટીમ 10 ખેલાડીઓ સાથે રમી હતી.
ઓલિમ્પિક સમાપન સમારોહમાં મશાલને ઔપચારિક રીતે બુઝાવવામાં આવશે અને ઓલિમ્પિક ધ્વજ લોસ એન્જલસ 2028 ઓર્ગેનાઈઝિંગ કમિટીને ટ્રાન્સફર કરવામાં આવશે. ફ્રેન્ચ થિયેટર દિગ્દર્શક અને અભિનેતા થોમસ જોલી પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમારંભોની દેખરેખ રાખતા કલાત્મક દિગ્દર્શક છે. સમાપન સમારોહ ઓલિમ્પિક 2028 ના યજમાન ફ્રાન્સ અને અમેરિકાની સંસ્કૃતિઓનું પ્રદર્શન કરશે. સમાપન સમારોહને 'રેકોર્ડ્સ' નામ આપવામાં આવ્યું છે. આમાં શોનો એક ભાગ હવામાં હશે, જેમાં લાઇટિંગ ઇફેક્ટ્સ દેખાશે. તેમાં ઘણી સેલિબ્રિટીઝ પરફોર્મ કરે તેવી અપેક્ષા છે.
પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ રવિવારે રાત્રે 12:30 વાગ્યાથી ભારતમાં જોવા મળશે. પ્રશંસકો ભારતમાં તેનું ટેલિકાસ્ટ Sports18 1 SD અને Sports18 1 HD ટીવી ચેનલો પર જોઈ શકે છે. આ સિવાય પેરિસ 2024 ઓલિમ્પિક્સનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર ફ્રીમાં ઉપલબ્ધ રહેશે.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીત્યો, 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી સ્વપ્નિલ કુશલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.
વધુ વાંચો : ચુકાદા પહેલા CAS કોર્ટે વિનેશ ફોગાટને પૂછ્યા 3 પ્રશ્ન, મેડલની આશા વધી
🥈નીરજ ચોપરા
🥉મનુ ભાકર
🥉મનુ ભાકર/સરબજોત સિંહ
🥉સ્વપ્નીલ કુસાલે
🥉અમન સેહરાવત
🥉 હોકી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.