બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Olympics 2024 / આજે 13મો દિવસ: વિનેશ ફોગાટ ચૂકી ગઈ તો શું થયું, હજુ ગોલ્ડન બોય પાસે છે ગોલ્ડની આશા, જાણો આજનું શેડ્યૂલ

પેરિસ ઓલિમ્પિક 2024 / આજે 13મો દિવસ: વિનેશ ફોગાટ ચૂકી ગઈ તો શું થયું, હજુ ગોલ્ડન બોય પાસે છે ગોલ્ડની આશા, જાણો આજનું શેડ્યૂલ

Last Updated: 08:42 AM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકમાં 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય મેડલ શૂટિંગમાં જીત્યા છે. પરંતુ આજે નીરજ ચોપડા ભાલા ફેંકમાં સુવર્ણ ગોલ્ડ મેડલ માટે ઉતરવાનો છે. એ દેશને ચોથો મેડલ અપાવી શકે છે. 13મા દિવસે એટલે કે આજે એથ્લેટિક્સ, ગોલ્ફ, કુસ્તી અને હોકીની મેચો યોજાવાની છે. જાણો આજનું ભારતનું સંપૂર્ણ શેડ્યુલ...

ગેમ્સના સૌથી મોટા મહાકુંભ, પેરિસ ઓલિમ્પિકમાં આજે 8 ઓગસ્ટે ભલા ફેંકની ઇવેન્ટમાં સ્ટાર નીરજ ચોપરા ઉતરવાના છે. તે આજે દેશને આ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ અપાવી શકે છે. આ સિવાય ભારતીય પુરુષ ટીમ હોકી પણ બ્રોન્ઝ મેડલ મેચ રમવા મેદાન પર ઉતરશે. ભારતીય પુરુષ ટીમે આ મેચ સ્પેન સામે રમવાની છે.

ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે, જે શૂટિંગ માટે આવ્યા છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે જ મિક્સ ટીમ ઇવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારે જાણો આજનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ...

PROMOTIONAL 8

ગોલ્ફ: મહિલા વ્યક્તિગત: અદિતિ અશોક અને દીક્ષા ડાગર - બપોરે 12.30 વાગે

એથ્લેટિક્સ:

વિમેન્સ 100 મીટર હર્ડલ્સ રિપેચેજ રાઉન્ડ: જ્યોતિ યારાજી - બપોરે 2.05 વાગે

મેન્સ જેવલિન થ્રો ફાઈનલ: નીરજ ચોપરા - રાતે 11.55 વાગે

આ પણ વાંચો: 'મા હું હારી ગઈ...', ચેમ્પિયન વિનેશ ફોગાટે કુશ્તીને કહ્યું અલવિદા, X પર કર્યું સંન્યાસનું એલાન

કુસ્તી:

મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા (પ્રી-ક્વાર્ટર ફાઇનલ): અમન સેહરાવત - બપોરે 2.30 વાગે

મહિલા ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા (પ્રી-ક્વાર્ટર ફાઇનલ): અંશુ મલિક - બપોરે 2:30 વાગે

હોકી: મેન્સ બ્રોન્ઝ મેડલ મેચ: ભારત vs સ્પેન: સાંજે 5.30 વાગે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Olympic Games Paris 2024 Neeraj Chopra Paris Olympic 2024 Day 13
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ