બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / OMG! માત્ર અઠવાડિયામાં જ ઓલિમ્પિક મેડલનો રંગ ઉતરી ગયો? અમેરિકન એથ્લિટે ક્વોલિટી પર ઉઠાવ્યો સવાલ
Last Updated: 03:12 PM, 10 August 2024
હાલમાં પેરિસમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. આ ગેમ્સ ફ્રાન્સમાં અત્યર સુધીનું સૌથી મોટું આયોજન છે. આ દરમિયાન દરેક ગેમ્સ અને એમાં હાર-જીત ઇતિહાસમાં નોંધાઈ જશે. હાલમાં રોજ અલગ-અલગ દેશોથી જુદા-જુદા ખેલાડીઓના જીતના સમાચાર આવી રહ્યા છે.
ADVERTISEMENT
કોઈ પણ એથલીટ માટે ઓલિમ્પિક મેડલ જીતવાની જીવનમાં એકવાર મળતી તક હોય છે, જેને તેઓ જીવનભર સાચવીને રાખવા માંગતા હોય છે. પરંતુ જો ઓલિમ્પિક ખતમ થતા પહેલા જ એમનો મેડલ પોતાની ચમક ગુમાવી નાખે તો? હાલમાં ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનાર એક અમેરિકન એથલીટ નાઇજાહ હ્યુસ્ટને આવો જ આરોપ લગાવ્યો છે કે તેને મળેલા મેડલનો રંગ ખરાબ થવા લાગ્યો છે.
Nyjah Huston shared the shocking condition of his bronze medal days after the Olympics.
— 84K白髮blackhair (@84KWhiteHair) August 9, 2024
A lot of lux brands from France, and they can't even make the medals presentable to keep. pic.twitter.com/mLry2rLs6I
ADVERTISEMENT
પેરિસ ઓલિમ્પિક 2024માં યુએસએ સ્કેટબોર્ડ ટીમના મેમ્બર નાઇજાહ હ્યુસ્ટને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઓલિમ્પિક મેડલની ક્વોલિટી પર ચિંતા વ્યક્ત કરી. 29 વર્ષીય આ ખેલાડીએ 30 જુલાઈએ પુરુષોની સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જાપાનના યુટો હોરિગામે ગોલ્ડ મેડલ અને અમેરિકાના જૈગર ઈટને સિલ્વર મેડલ જીત્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અને અન્ય ગેમ્સમાં 18 ગોલ્ડ મેડલ જીતનાર જાણીતા સ્કેટબોર્ડરે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર ખરાબ થઈ રહેલા બ્રોન્ઝ મેડલની તસવીર શેર કરી. તેને એક વીડિયોમાં કહ્યું કે 'આ ઓલિમ્પિક મેડલ ત્યારે સારા લાગે છે જયારે તે એકદમ નવા હોય છે, પરંતુ આને થોડીવાર પરસેવાની સાથે પોતાની ત્વચા પર રાખવાથી અને પછી વીકેન્ડમાં મિત્રોને આપ્યા બાદ, આની ક્વોલિટી સામે આવે છે. માત્ર એક અઠવાડિયું થયું છે.'
તેણે આગળ કહ્યું, 'મારો કહેવાનો અર્થ છે કે આ વસ્તુને જુઓ. આ ખરબચડી દેખાઈ રહી છે. તેનો આગળનો ભાગ પણ થોડો-થોડો ઉખાડવા લાગ્યો છે. મને નથી ખબર, કદાચ ક્વોલિટી થોડી સારી કરવી જોઈએ.' વીડિયોમાં હ્યુસ્ટનના મેડલની ક્વોલિટી ખરાબ છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેમાં બંને બાજુથી ઘણો રંગ ઉતરી ગયો છે.
આ પણ વાંચો: આજે ભારતનો 7મો મેડલ પાક્કો, આ રમત પર રહેશે સૌ કોઇની નજર, જાણો આજનું શેડ્યૂલ
જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક 2024ના મેડલ્સ ઘણા યુનિક છે, કારણ કે એ પેરિસમાં એફિલ ટાવરના નિર્માણ માટે વાપરવામાં આવેલા લોખંડના સાચવીને રાખેલા ટુકડાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.