વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1300થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 35થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મુશ્કેલ સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને આર્થિક સહાયની અપીલ કરી છે, ત્યારથી લોકો મોટી સંખ્યામાં મદદ કરી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આમાં પાછળ નથી.
સંકટની આ ઘડીમાં અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપીને પોતાનું મોટું હૃદય બતાવ્યું છે. લોકો અક્ષયના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. ખુદ PM મોદીએ પણ તેમની પ્રશંસા કરી છે. અક્ષય પાસે કેનેડિયન નાગરિકતા છે જેના કારણે તેમને ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે. આવા લોકોને જડબાતોડ જવાબ આપતા અભિનેતા પરેશ રાવલે આવા લોકોને પોતાની અસલિયત બતાવી છે.
Source : Instagram
પરેશ રાવલે ટ્વિટ કર્યું હતું કે 'કોઈ સ્વાર્થ માટે કે કોઈ રાજકીય કારકીર્દિ બનાવવાની ઇચ્છા માટે નહીં, કે રાજદૂત અથવા સરકારની તરફેણ માટે પણ નહીં. અક્ષય એક નમ્ર નાગરિક છે જે પોતાનો કર પ્રામાણિકપણે ચૂકવે છે અને ઉત્સાહથી દાન કરે છે. હજી પણ કેટલાક નિમ્ન કક્ષાના લોકો અક્ષય કુમારને કેનેડિયન નાગરિક કહે છે!
With no ulterior motives or desire for a political career, or setting sight for Ambassadorship or favours from the Gov; here is this gentleman citizen who pays his taxes honestly & does charity passionately. Yet some low lives call @akshaykumar a Canadian citizen !
આ ઉપરાંત એક અન્ય ટ્વીટમાં પરેશ રાવલે લખ્યું છે કે, 'અક્ષય એક એવા 'ખેલાડી' છે સાચા હૃદયથી રમે છે. તમને ઓળખવામાં અને તમારી સાથે કામ કરવામાં ગર્વ અનુભવું છું અક્ષય કુમાર!'
Khiladi who plays straight from the Heart ... proud to have known and work with you @akshaykumar 👏👏👏
અક્ષય સિવાય સલમાન ખાન પણ મદદ માટે આગળ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન તેની સંસ્થા બીઇંગ ફાઉન્ડેશન દ્વારા દૈનિક વેતન વાળા મજૂરોની મદદ કરી રહ્યો છે. સલમાન એવા 25 હજાર મજૂરોને મદદ કરી રહ્યો છે જેમને આ સમયે પૈસાની ખૂબ જ જરૂર છે.
પરેશ રાવલે સલમાન ખાનના પણ આ પગલાની પ્રશંસા કરી છે. પરેશ રાવલે પોતાની ટ્વિટમાં લખ્યું કે, દરિયા દિલ સલમાન ખાનને સલામ છે.
I doff my hat to @BeingSalmanKhan for such a lion hearted gesture .