બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / paresh rawal says people would not dare ask for a selfie social media user gets angry

બોલિવૂડ / કોરોના સંકટમાં પરેશ રાવલે કર્યું એવું ટ્વિટ, જાણીને ફેન્સ પણ આ રીતે ભડક્યા

Bhushita

Last Updated: 11:34 AM, 17 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના વાયરસને લઈને લોકો ચિંતામાં છે ત્યારે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ અભિનેતાઓ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ પણ આમાંના એક છે. તેઓ સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે. રાજનીતિક અને અન્ય અનેક વિષયો પર તેઓ પોતાના મંતવ્યો રજૂ કરે છે પરંતુ કોરોના સંકટમાં તેઓએ સેલ્ફીને લઈને એક ટ્વિટ કરી છે જેનાથી ફેન્સ ગુસ્સે થયા છે.

  • કોરોનામાં પરેશ રાવલે કરી ટ્વિટ
  • સેલ્ફીને લઈને આપ્યું અલગ ટ્વિટ
  • ફેન્સે કર્યા પરેશ રાવલને ટ્રોલ

પરેશ રાવલે ટ્વિટમાં લખ્યું કે થોડા સમય માટે લોકો સેલ્ફી લેવાની હિંમત નહીં કરે અને હેરાન પણ નહીં કરે. પરેશ રાવલે આ ટ્વિટ બાદ લોકો તેમના પર નારાજ થયા છે. કેટલાક સોશ્યિલ મીડિયા યુઝર્સે તેમને ફેક હીરો પણ જાહેર કર્યા છે. 

એક યૂઝરે લખ્યું કે સર તમે કોઈ ખોટા વિચારમાં છો. અમે તેમને સ્ટાર બનાવ્યા છે. હવે લોકો તમારી સાથે સેલ્ફી નહીં લે. દેશ હવે બદલાઈ ગયો છે. તેમને ખ્યાલ આવી ગયો છે કે તમે લોકો ફેક હીરો છો. હવે સેલ્ફી ડોક્ટર્સ, નર્સ, પોલીસ અને સફાઈકર્મીઓ સાથે જ લઈશું.

એક અન્ય યૂઝરે લખ્યું કે પરેશજી, આ પબ્લિક છે જેને તમને ઉંચાઈઓ સુધી પહોંચાડ્યા છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે પરેશ રાવલ સાહેબ ભૂલી ચૂક્યા છે કે આ ભારત છે અહીં લોકો જેને માથે બેસાડે છે તેમને જમીન પર એવી રીતે પાડી શકે છે કે તેઓ ફરી ઉઠી પણ શકતા નથી.

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલ છેલ્લી વાર ફિલ્મ ઉરીમાં જોવા મળ્યા હતા. તેમની આવનારી ફિલ્મ હંગામા 2 છે. જેમાં તેમની સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને જાવેદ જાફરીના દીકરા મીજાન જાફરી મુખ્ય ભૂમિકામાં કામ કરતા જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Angry Bollywood Social Media Users paresh rawal tweet ટ્વિટ પરેશ રાવલ બોલિવૂડ યૂઝર્સ સેલ્ફી Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ