વીડિયો /
દબદબો તો બાકી ગુજરાતીઓનો! 40 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મોમાં પરેશ રાવલનું કમબૅક, ટ્રેલર જોઈને થઈ જશો દિવાના
Team VTV10:59 AM, 13 Feb 22
| Updated: 11:03 AM, 13 Feb 22
40 વર્ષો બાદ પરેશ રાવલ ગુજરાતી સિનેમામાં વાપસી કરી રહ્યા છે. જાણો આ વિષે વિગતવાર
40 વર્ષો બાદ પરેશ રાવલની ગુજરાતી સિનેમામાં વાપસી
પ્લે પર બની રહી છે 'ડિયર ફાધર'
શું છે સ્ટોરી?
અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) નું નામ એ ગણ્યાગાંઠ્યા સિતારોમાં આવે છે, જેમણે પોતાની સિનેમાઈ કરિયરમાં ઘણા અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવ્યા છે. એક્શનથી લઈને કોમેડી સુધી, પરેશ રાવલે દરેક પાત્રથી દર્શકોનું દિલ જીત્યું છે. આવામાં હવે પરેશ રાવલ ગુજરાતી ફેંસ માટે એક ખુશખબર લાવી રહ્યા છે. લગભગ 40 વર્ષો બાદ પરેશ રાવલ ગુજરાતી સિનેમામાં વાપસી કરી રહ્યા છે. પરેશ રાવલની ગુજરાતી ફિલ્મ 'ડિયર ફાધર' નું ટ્રેઈલર રિલીઝ થઇ ગયું છે. ડિયર ફાધરના ટ્રેઈલરને દર્શકો પસંદ કરી રહ્યા છે.
1982 માં રિલીઝ થઈ હતી 'નસીબની બલિહારી'
જણાવી દઈએ કે છેલ્લે પરેશ રાવલ, સાલ 1982માં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ 'નસીબની બલિહારી'માં જોવા મળ્યા હતા. ત્યાર બાદ હવે સાલ 2022 માં પરેશ રાવલ ડિયર ફાધર દ્વારા ગુજરાતી સિનેમામાં કમબેક કરી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મ ખુદ પરેશ રાવલના પ્લે 'ડિયર ફાધર'નું ફિલ્મી વર્ઝન છે, જેની સ્ટોરી ઘણી રહસ્યમયી છે. ગુજરાતી સિનેમામાં પોતાની વાપસી તથા ખુદમાં મશહૂર પ્લેને ફિલ્મમાં સાકાર થતા જોઈ પરેશ રાવલ કહે છે કે ડિયર ફાધર એ નાટક છે, જે મારા હૃદયની ખૂબ જ નજીક છે.
પ્લે પર બની રહી છે 'ડિયર ફાધર'
પરેશે આગળ કહ્યું કે હું વર્ષોથી ઈચ્છતો હતો કે આ પ્લે પપર એક ફિલ્મ બને. મેં ઘણા પ્લે કર્યા છે તથા તેમની સ્ક્રીપ્ટને ફિલ્મમાં પણ સાકાર કરવામાં આવી છે. હું ઈચ્છતો હતો કે આ પ્લેની સ્ટોરી વધારેમાં વધારે લોકો સુધી તથા સમાજ સુધી પહોંચે તથા હું ઈચ્છતો હતો કે હું એક સાર્થક તથા મહત્વપૂર્ણ ફિલ્મનો હિસ્સો બનું, જે મારી માતૃભાષામાં હોય. હું ખૂબ જ ખુશ છું કે મને 40 વર્ષો બાદ ગુજરાતી સિનેમામાં આ ફિલ્મના માધ્યમથી વાપસી કરવાનો મોકો મળ્યો છે. ફિલ્મમાં પરેશ રાવલ સિવાય મુખ્ય ભૂમિકામાં ગુજરાતી સિનેમાના મશહૂર એક્ટર ચેતન ધનાની તથા એક્ટ્રેસ માનસી પારેખ છે.
શું છે સ્ટોરી?
ફિલ્મની સ્ટોરી 3 પાત્રોની આસપાસ ફરે છે, જ્યાં એક ઘરડા બાપ તથા તેના દીકરા-વહુ ચાલી રહેલ આપસી મતભેદથી ઝઝૂમી રહ્યા છે, જેમાં પિતાનું પાત્ર કરી રહેલ પરેશ રાવલનો અચાનક અકસ્માત થઇ જાય છે તથા જ્યારે પોલીસ તપાસ માટે તેમના પુત્ર-વહુના ઘરે પહોંચે છે ત્યારે બંને ચોંકી જાય છે કે પોલીસ ઓફિસર એ છે, જે તેમના પિતાના હમશકલ છે તથા ત્યાંથી જ વળાંક આવે છે ફિલ્મમાં તથા શરુ થાય છે ફિલ્મની અસલ સ્ટોરી. ફિલ્મને ઉમંગ વ્યાસે ડાયરેક્ટ કરી છે તથા રતન જૈન તથા ગણેશ જૈને પ્રોડ્યુસ કરી છે. આ પ્લેના રાઈટર સ્વર્ગીય ઉત્તમ ગાડા હતા. ફિલ્મ 4 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.