બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ: આ વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જશે, જાણો પરેશ ગોસ્વામીની આગાહી
Last Updated: 01:51 PM, 6 December 2024
ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં કડકડતી ઠંડી જોવા મળી નથી. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અને ઠંડીના રાઉન્ડ અંગે આગાહી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તીવ્ર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન 10 ડિગ્રી કરતાં નીચું જશે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કશ અને કાતરો બંધાયેલો છે, જે ચોમાસામાં વરાસદના રૂપમાં સારો એવો લાભ આપી શકે છે.
ADVERTISEMENT
હિમવર્ષાની શરૂઆત
પરેશભાઇના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના ભાગોને પ્રભાવિક કરેલા ફેંઝલ વાવાઝોડાની અસર વાદળ સ્વરૂપે જોવા મળી રહી છે. આ વાદળો 6-7 તારીખથી વિખાઈ જશે. અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. ત્યાં સારી એવી હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મર્યા બાદ પણ જુઓ કેવી મગજમારી! કડીમાં કાંસના પ્રદૂષિત પાણીમાંથી નીકળી અંતિમયાત્રા, વીડિયો દુખદ
ઉત્તર પૂર્વના પવનોના લીધે બર્ફીલા પવનો ગુજરાત સુધી આવે અને ઠંડીના રાઉન્ડ આવતા હોય છે. જેના કારણે 6-7 તારીખથી ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે. આ રાઉન્ડમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળશે. આ રાઉન્ડ ચાર-પાંચ દિવસનો હશે તેમ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT