બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વરસાદ આ તારીખથી ભૂકકા કાઢશે, નૈઋત્યનું ચોમાસું પૂણે પહોંચ્યું, પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન / ગુજરાતમાં વરસાદ આ તારીખથી ભૂકકા કાઢશે, નૈઋત્યનું ચોમાસું પૂણે પહોંચ્યું, પરેશ ગોસ્વામીની આગાહી

Last Updated: 10:44 PM, 8 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી લઇને 13મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની પણ શકયતા પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે.

ચોમાસાને લઇને હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે છે.

પરેશ ગોસ્વામીની આગાહી

અત્રે જણાવીએ કે, આવતીકાલથી લઇને 13મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની પણ શકયતા પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આવતીકાલથી લઇને 13મી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે

હવામાન વિભાગની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીસના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામશે.

વાંચવા જેવું: વહીવટ તમે કરો અને ભોગવે પ્રજા? અગ્નિકાંડમાં પાપનું ભાગીદાર ફાયરવિભાગ ધંધાર્થીઓને કેમ દંડે છે?

9 જૂન અહીં મેઘસવારી

9 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Paresh Goswami Forecast Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ