બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / રાહુલ ગાંધીને ગલ્લો ગિફ્ટ કરનાર બાળકોના માતા-પિતાએ જીવન ટૂંકાવ્યું, દિગ્વિજય સિંહે ED પર લગાવ્યા ગંભીર આરોપ
Last Updated: 04:01 PM, 13 December 2024
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન મનોજ પરમારના બાળકોએ રાહુલ ગાંધીને પિગી બેંક આપી હતી. આ ઘટનાની સામે આવતા બાદથી મનોજ ચર્ચામાં હતા. તાજેતરમાં ઇન્દોર અને આશ્ટા ખાતે EDએ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
ADVERTISEMENT
EDની પરેશાનીથી આપઘાત, કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ
ADVERTISEMENT
મનોજ અને તેમની પત્નીના આપઘાત બાદ કોંગ્રેસે કટાક્ષ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે મનોજ અને તેમની પત્નીના આપઘાતમાં આવતા ED પર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું, "આશ્ટાના મનોજ પરમારને EDએ કોઈપણ કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યો હતો. મનોજના બાળકો રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા વખતે ગુલ્લક ભેટ આપી હતી.
મનોજના ઘરમાં દરોડા પાડવા માટે EDના આસિસ્ટન્ટ ડિરેક્ટર આવ્યા હતા. આ સાથે મનોજના કહેવા અનુસાર તે કોંગ્રેસના સમર્થક છે એટલા કારણે તેમના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મનોજ એટલો નર્વસ હતો કે તેણે અને તેની પત્નીએ જીવન ટૂંકાવી દીધું હતું.
આ ઉપરાંત, કાંગ્રસના પ્રદેશ અધ્યક્ષ જીતું પટવારી સિહોર પહોંચ્યા છે. તેમનો કહેવું છે કે, "હું નફરત અને બદલાના આ કૃત્યની સખત નિંદા કરું છું. સીતારમને સંસદમાં નિવેદન આપવું જોઈએ અને દેશને જણાવવું જોઈએ કે સરકારના ઈશારે ઈડી હવે કેવી રીતે હત્યાઓ કરી રહી છે. દોષિત અધિકારીઓ સામે તાત્કાલિક હત્યાનો કેસ દાખલ કરો. સ્વતંત્ર બંધારણીય સંસ્થાઓનો ઘોર દુરુપયોગ બંધ કરો. દુઃખની આ ઘડીમાં કોંગ્રેસ પીડિત પરિવારની સાથે છે. ન્યાય માટે નિર્ણાયક લડત આપશે."
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.