Ahmedabad / જુનીયર કેજીમાં એડમીશન માટે મોડી રાતથી ગાદલા લઈને કતારમાં લાગ્યાં વાલીઓ

પોતાના બાળકના સારા ભવિષ્ય માટે અને બાળકને સારુ ભણતર મળે તે માટે વાલીઓ ગમે તેટલી મુશ્કેલીઓ વેઠી શકે છે જેનું ઉત્તમ ઉદાહરણ છે નિકોલનો બનાવ. અમદાવાદના નિકોલમાં એક ખાનગી સ્કૂલ એડમિશન માટે વાલીઓ ગતરોજ બપોરથી જ લાઇનમાં લાગી ગયા હતા. તમને જાણીને નવાઇ લાગશે કે આ લાઇન ઇંગ્લિશ મીડિયમ માટે નહીં પરંતુ ગુજરાતી મીડિયમ માટે છે. નિકોલમાં આવેલી ચાણક્ય વિદ્યા સંકૂલમાં જુનિયર કેજીમાં એડમિશન માટે વાલીઓ ગતરોજથી જ પહોંચી ગયા અને કડકડતી ઠંડીમાં સ્કૂલ બહાર જ રાત વિતાવી હતી. વાલીઓનું કહેવું છે કે નિકોલ વિસ્તારમાં આ સ્કૂલ સૌથી સારી છે અને તેની ફી પણ વાર્ષિક 8 હજાર છે જેને લઇ તેમના બાળકને આ સ્કૂલમાં એડમિશન માટે લાઇન લગાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ