ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / ચાંદખેડામાં વધુ એક સ્કૂલની મનમાની, વધુ ફી લેવાતી હોવાનો વાલીઓનો આક્ષેપ

અમદાવાદના ચાંદખેડામાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી છે. બેફામ રીતે ફી ઉઘરાવતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ફી મામલે અનન્ય વિદ્યાલયના સત્તાધિશો સાથે વાલીઓ દ્વારા વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે સંચાલકોએ ફી અંગે વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. વાલીઓનો આક્ષેપ છે કે અનન્ય વિદ્યાલય દ્વારા FRCના નિયમ કરતા વધારે ફી વસૂલવામાં આવી રહી છે. સ્કૂલ દ્વારા એકસ્ટ્રા ક્લાસની આડમાં વધુ ફી લેવાઇ રહી છે. FRC અને સ્કૂલ સંચાલકોની મીલીભગત હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. FRCના નિયમ મુજબ 15 હજારના બદલે વાલીઓ પાસેથી 38 હજાર ઉઘરાવતા વાલીઓ રોષે ભરાયા છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ