બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / ભૂલથી પણ આવાં મેસેજ પર ક્લિક ન કરતા, નહીંતર તમારું બેંક એકાઉન્ટ થઇ જશે ખાલીખમ

વૉર્નિંગ / ભૂલથી પણ આવાં મેસેજ પર ક્લિક ન કરતા, નહીંતર તમારું બેંક એકાઉન્ટ થઇ જશે ખાલીખમ

Last Updated: 01:39 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Scam: આઈફોન યુઝર્સને પાર્સલ ડિલિવરીના બહાને એક સ્કેમ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. તેમાં એક ખોટી લિંક છે જે યુઝર્સ સાથે છેતરપિંડી કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.

આજકાલ સ્કેમના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્માર્ટફોન યુઝર્સ માટે સ્કેમ માથાનો દુખાવો બની રહ્યો છે. તેના આંકડા પણ ચોંકાવનારા છે. દેશમાં દરરોજ હજારો લોકોને ઓનલાઈન સ્કેમનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. સ્કેમર્સ સ્કેમ કરવા માટે નવી નવી રીત અપનાવી રહ્યા છે. હાલમાં જ એક નવું સ્કેમ સામે આવ્યું છે. જેને લઈને સરકારી એજન્સી સાઈબર દોસ્તે પણ એલર્ટ જાહેર કર્યું છે.

scam.jpg

નવા સ્કેમનું એલર્ટ જાહેર

એજન્સીએ નવા સ્કેમ વિશે જાણકારી આપી છે. આ સ્કેમ સૌથી વધારે આઈફોન યુઝર્સની સાથે થઈ રહ્યું છે. આઈફોન યુઝર્સને આઈમેસેજ પર એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોટા એડ્રેસ હોવાના કારણે તમારૂ પાર્સલ ડિલિવર નથી થઈ રહ્યું.

આ મેસેજનો જવાબ 24 કલાકમાં આપવાનો રહેશે નહીં તો પાર્સલ રિટર્ન નહીં થાય. આ મેસેજની સાથે એક વેબ લિંક પણ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ એક નકલી મેસેજ છે અને તેમાં આપેલી એક લિંક પર ક્લિક કરવા પર તમને પણ સ્કેમર્સ પોતાનો શિકાર બનાવી શકે છે.

crime-scam-fraud

ખોટી લિંક પર ન કરો ક્લિક

ધ્યાનથી જોવા પર તમને ખબર પડશે કે આ મેસેજમાં ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટની યુઆરએલ ખોટી આપવામાં આવી હશે. એવામાં મેસેજની ફરિયાદ કરો અને લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરો.

PROMOTIONAL 8

તેના ઉપરાંત તમે બેંક એકાઉન્ટની જાણકારી ન આપો અને પૈસા મોકલવાની ભૂલ પણ ન કરો. આવા મેસેજ આવવા પર નંબરને તરત બ્લોક કરો અને પોલિસમાં ફરિયાદ કરો.

વધુ વાંચો: સોનાના ઘરેણાં ખરીદાય કે ગોલ્ડ કોઈન? જાણો તમારા માટે કયો ફાયદાકારક વિકલ્પ

Scam-Alert_1.jpg

ઓનલાઈન જાણકારી આપવાથી બચો

કોઈ પણ વેબસાઈટ પર તમે પોતાની પર્સનલ જાણકારી શેર કરવાથી બચો. ઘણી વખત તમે ઓનલાઈન પરચેઝિંગના સમયે પોતાની જાણકારી આપી દો છો જેના બાદ સ્કેમર્સ તમને મેસેજ કરે છે અને પછી સ્કેમની નવી નવી રીત અપનાવે છે. એવામાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Spam Message Parcel Delivery Scam Cyber Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ