Paras Kalnawat Commented On Anupamaa: એક્ટર પારસ કલનાવતે અનુપમા શૉને લઈને એક સ્ટેટમેન્ટ આપ્યું છે. જેના બાદ તે શૉની એક્ટ્રેસ નિધિ નેનેએ પારસના કમેન્ટ પર રિએક્શન આપ્યું છે.
TMKOC બાદ હવે અનુપમા સિરિયલમાં ડખા?
પારસ કલનાવતે અનુપમા શૉને લઈને આપ્યું સ્ટેટમેન્ટ
કહ્યું ઘણા કલાકારો છોડવા માંગતા હતા શૉ
'અનુપમા' શૉના એક્ટર રહી ચુકેલા પારસ કલનાવતે આ શૉને ઘણા સમય પહેલા જ અલવિદા કહી દીધુ હતું. હાલ એક્ટર 'કુંડલી ભાગ્ય' શૉમાં જોવા મળી રહ્યા છે. પારસે થોડા દિવસો પહેલા 'અનુપમા' શૉને લઈને ક્લેમ કર્યો હતો કે જો આ શૉના કલાકારોને તક મળે તો તે આ શૉને છોડીને જતા રહેવા માંગશે. એવામાં એક્ટરના આ સ્ટેટમેન્ટ પર નિધિ શાહે રિએક્ટ કર્યું છે.
કિંજલ વહુએ એક્ટર પારસની વાત પર કર્યું રિએક્ટ
'અનુપમા' શૉમાં નિધિ શાહ અનુપમાની વહુ કિંજલની ભુમિકા નિભાવે છે. નિધિ શાહે એક્ટરની આ કમેન્ટ વિશે જ્યારે સાંભળ્યું તો તેણે તેના પર રિએક્ટ કર્યું. એક્ટ્રેસે તે સમયે કહ્યું- જેને શૉ છોડવો હશે તે છોડી દેશે. કોઈ તેને રોકવા માટે તેના આગળ હાથ પગ નહીં જોડે.
એક્ટરના કમેન્ટ પર નિધિ શાહે કહી આ વાત
હવે શૉ પર કિંજલનો રોલ પ્લે કરનાર નિધિએ પારસના આ સ્ટેટમેન્ટ પર ટિપ્પણી કરી છે અને અસહમતિ દર્શાવી છે. એક રિપોર્ટ અનુસાર એક્ટ્રેસે કહ્યું- "શૉ ટીઆરપીના મામલામાં આટલું સારી કરી રહ્યો છે. આ શૉ સાથે જે પણ જોડાયેલું છે અને જે પણ કહી રહ્યું છે તેને સંપૂર્ણ દિલથી નિભાવી રહ્યું છે અને એન્જોય કરી રહ્યું છે. બધુ બરાબર ચાલી રહ્યું છે."
એક્ટ્રેસે આગળ કહ્યું, "કોઈ આ શૉને કેમ છડવા માંગશે શૉ 3 વર્ષથી સતત નંબર વન પર છે. તમે બાકી શૉઝને જોવો કેટલા ચાલ્યા છે. આ સમયે મુશ્કેલીથી 3 કે 4 શૉઝ છે જે ઘણા સમયથી ચાલી રહ્યા છે. બાકી તો 6 મહિના પણ સારી રીતે નથી ચાલી શકતા."
શું હતો સમગ્ર મામલો?
આસ્ક મી એનીથિંગ સેશન વખતે પારસ કલનાવતે અનુપમા શૉને લઈને વાત કહી હતી. તેમણે કહ્યું હતું- "મેં મેકર્સનો ધન્યવાદ કર્યો છે કે તેમણે મને આ મહાન શૉ ઓફર કર્યો. ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી નિકળવું પડે છે. પરંતુ જ્યારે હું વધારે સારા પ્લેસમાં અને પીસમાં છું. સાચુ કહું તો 80 ટકા લોકોને મોકો મળે તો તે શૉ છોડી દે. લાઈફમાં રિસ્ક લેવા માટે અને સાચા માટે લડવાની હિંમત દરેકમાં નથી હોતી."