બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / '24 કલાકમાં જ બિશ્નોઇના નેટવર્કને ખતમ કરી દઇશ, જો...', લોરેન્સને પપ્પુ યાદવની ઓપન ચેલેન્જ

ધમકી / '24 કલાકમાં જ બિશ્નોઇના નેટવર્કને ખતમ કરી દઇશ, જો...', લોરેન્સને પપ્પુ યાદવની ઓપન ચેલેન્જ

Last Updated: 08:53 AM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pappu Yadav Lawrence Bishnoi News : બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પડકાર ફેંક્યો, કહ્યું ....... તો 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકા ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી દઇશ

Pappu Yadav Lawrence Bishnoi : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીની હત્યા મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યો છે કે, જ્યારે આટલા મોટા નેતાની હત્યા થઈ શકે છે તો રાજ્યમાં લોકો કેટલા સુરક્ષિત છે. આ દરમિયાન બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પપ્પુ યાદવે કહ્યું છે કે, જો કાયદો પરવાનગી આપશે તો તે 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકા ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી દેશે.

પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે X પર લખેલી પોતાની પોસ્ટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે લખ્યું કે તે દેશ હોય કે &^%#@ ની સેના. એક ગુનેગાર જેલમાં બેસીને લોકોને પડકારે છે, લોકોને મારી નાખે છે, પરંતુ દરેક વ્યક્તિ મૂક પ્રેક્ષક બનીને રહે છે. પપ્પુ યાદવે કહ્યું કે લોરેન્સ બિશ્નોઈએ ક્યારેક મુસેવાલાને માર્યો, ક્યારેક કરણી સેનાના વડાને માર્યા અને હવે ઉદ્યોગપતિ રાજકારણીને મારી નાખ્યો. પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈને બે ટકાનો ગુનેગાર ગણાવ્યો છે. આ જ પોસ્ટમાં તેમણે ગેંગસ્ટરને પડકાર ફેંક્યો અને કહ્યું કે જો કાયદો પરવાનગી આપે છે, તો હું 24 કલાકની અંદર લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી નાખીશ.

આ પહેલા પપ્પુ યાદવે જે પોસ્ટ કરી હતી તેમાં તેણે બાબા સિદ્દીકીને બિહારનો પુત્ર ગણાવ્યો હતો. વાસ્તવમાં બાબા સિદ્દીકી બિહારના હતા અને બાદમાં મુંબઈ જઈને પોતાની રાજનીતિની શરૂઆત કરી હતી. જેમાં તેમણે મહારાષ્ટ્રના મહાજંગલરાજનું વર્ણન કર્યું હતું. પપ્પુ યાદવે લખ્યું હતું કે, વાય સિક્યુરિટીમાં પૂર્વ સરકાર સમર્થક મંત્રી બાબા સિદ્દીકીની હત્યા મહારાષ્ટ્રમાં મહાજંગલરાજનો શરમજનક પુરાવો છે. બિહારના પુત્ર બાબા સિદ્દીકીની હત્યા અત્યંત દુઃખદ છે. જો ભાજપની ગઠબંધન સરકાર પોતાના પક્ષના આવા પ્રભાવશાળી નેતાઓને બચાવવા સક્ષમ ન હોય તો સામાન્ય લોકોનું શું થશે?

વધુ વાંચો : દલિત સમાજની બે સગીર દીકરીઓ નરાધમોના હાથે પીંખાઈ, સામુહિક દુષ્કર્મ આચરતા ચકચાર

લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી હત્યાની જવાબદારી

NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને દાઉદ ગેંગના નજીકના લોકોને પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, આવા લોકોએ પોતાનો હિસાબ રાખવો જોઈએ. બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી મોટી હસ્તીઓ આવતી હતી. તેઓ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર)માં જોડાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Baba Siddiqui Murder Pappu Yadav Lawrence Bishnoi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ