આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટની બેઠક મળવા પામી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી દ્વારા ઋષિકેશ પટેલ દ્વારા પેપરલીંક કેસ મુદ્દે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
પેપરલીક કેસ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન
વિધાનસભાની અંદર 3 થી 7 વર્ષની સજાવાળો કાયદો લાવીશું-ઋષિકેશ પટેલ
હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ બનાવાયા છે-ઋષિકેશ પટેલ
સરકારના પ્રવક્તા અને મંત્રી રૂષિકેશ પટેલ
આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટની બેઠક મળવા પામી હતી. જે બેઠકમાં સરકાર દ્વારા લોકોનાં હિતમાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી દ્વારા ઋષિકેશ પટેલ દ્વારા પેપરલીંક કેસ મુદ્દે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાની અંદર 3 થી 7 વર્ષની સજાવાળો કાયદો લાવવામાં આવશે. અને પેપર પ્રિન્ટીંગથી લઈ પેપર લીક કરનારા તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવશે. તેમજ વિધાનસભામાં પેપરલીંક મામલે વિધેયકનું ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. નોંધનીય છે કે, IPS હસમુખ પટેલ અનેક બોર્ડના ચેરમેન છે. તાજેતરની LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ. જેને કારણે પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી.
IPS હસમુખ ુપટેલ
હસમુખ પટેલની ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઈન્ચાર્જ અધ્યક્ષ નિમાયા
ગુજરાત સરકારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ મોટી કવાયત કરી છે. જે અંતર્ગત હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ છે. મહત્વનું છે કે, અગાઉ પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બન્યા બાદ હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 100 દિવસની અંદર યોજાશે પરીક્ષાઃહસમુખ પટેલ
બજેટ સત્રમાં પેપરલીકના કાયદા અંગે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જોકે હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યા બાદ તેઓ આજે સાંજ સુધીમાં ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. આ સાથે 100 દિવસની અંદર પ્રશ્નપત્ર કાઢવાથી લઇને પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરવાનું રહેશે. 15 લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ આ વખતે પરીક્ષામાં બેસવાના હતા, ત્યારે ફરીથી પરીક્ષાનું આયોજન ટુંક સમયમાં કરવુ પડશે.