બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ભૂલથી પણ આવાં લોકોએ પપૈયું ન ખાવું જોઇએ, કારણ હેલ્થને થઇ શકે છે આડઅસર
Last Updated: 02:08 PM, 10 September 2024
પપૈયું એક પૌષ્ટિક ફ્રૂટ છે જેમાં વિટામિન એ, સી અને કે, ફોલિક એસિડ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. આ પોષક તત્વોને કારણે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે લોકો તેને દરરોજ સવારે ખાલી પેટે ખાવાનું પસંદ કરે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને સ્કિન પણ સારી રહે છે. તે વજન ઓછું કરવામાં અસરકારક છે. જો કે, કેટલાક લોકો માટે પપૈયું ખાવું નુકસાનકારક છે. અહીં વાંચો કેવા લોકોએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.
ADVERTISEMENT
કોણે પપૈયું ન ખાવું જોઈએ?
ADVERTISEMENT
ગર્ભવતી મહિલાઓ
પપૈયામાં પેપેન નામનું એન્ઝાઈમ હોય છે જે યુટરેસને કોન્ટ્રેક્ટ કરવા લાગે છે. તેના કારણે પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ વધી જાય છે. કેટલાક કિસ્સામાં તેના કારણે ગર્ભપાતનું જોખમ પણ વધી શકે છે.
સ્તનપાન કરાવતી મહિલા
પપૈયું ખાવાથી બ્રેસ્ટફીડ કરાવતી મહિલાઓના દૂધમાં પણ પેપેન એન્ઝાઈમ પહોંચી શકે છે. આ એન્ઝાઈમ શિશુના પાચન તંત્રને નુકસાન પહોંચી શકે છે. તેથી સ્તનપાન કરાવતી મહિલાઓએ પપૈયું ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
એક એવું જંગલ જ્યાં ગયા બાદ આજ સુધી કોઈ પાછું નથી આવ્યું!
કિડનીમાં પથરી હોય તેવા લોકો
પપૈયામાં ઓક્સલિક એસિડ હોય છે જે કિડનીમાં પથરીનું કારણ બની શકે છે અને જો પહેલાથી પથરી છે તો તેનાથી વધારે સમસ્યા થઈ શકે છે. જે લોકોને કિડનીમાં પથરી છે તેમને પપૈયું ઓછું ખાવું જોઈએ.
પેટની સમસ્યા
પપૈયાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ જેમ કે ઝાડા અથવા પેટમાં દુખાવો વધી શકે છે. પેટની સમસ્યાથી પીડિત લોકોએ પપૈયું ખાતા પહેલા ડૉકટર્સની સલાહ લેવી જોઈએ.
વધુ વાંચોઃ- બીમારીઓથી છો પરેશાન? તો સતત 30 દિવસ સુધી ખાલી પેટ ખાતા રહો કેળાં, મળશે રાહત
એલર્જી
કેટલાક લોકોને પપૈયાથી એલર્જી થઈ શકે છે. એલર્જીના લક્ષણોમાં મોઢામાં ખંજવાળ, દાણા, પેટનો દુખાવો અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. પપૈયાની એલર્જી જે લોકોને થતી હોય તે લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ.
દવા લેતા લોકો
અમુક દવાઓના સાથે પપૈયાનું રિએક્શન આવી શકે છે. જો તમે કોઈ દવા લઈ રહ્યા હોવ તો પપૈયું ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.