બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / panic to withdraw cash in tamilnadu village after rbi adds npr to kyc papers

ફેરફાર / RBIએ બેંકના KYC ડોક્યૂમેન્ટમાં NPR લેટર ફરજિયાત કરતાં બેંક એકાઉન્ટ બંધ કરવા દોડ્યા લોકો

Bhushita

Last Updated: 11:46 AM, 23 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંક RBIએ હાલમાં જ NPR પત્રને બેંક ખાતા ખોલવાને માટે KYCને માન્ય ડોક્યુમેન્ટ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. નોટબંધી સમયે અનેક દિવસો સુધી લાઈનમાં ઊભા રહેલા લોકો હેરાન થયા હતા. એવામાં જાહેરાત બાદ બેંકના ગ્રાહક ગભરાઈને રૂપિયા કાઢવા માટે બ્રાંચમાં પહોંચી ગયા હતા.

  • RBIએ NPRને સામેલ કર્યું
  • KYC વેરિફિકેશનને માટે એનપીઆર પત્રને એક પ્રમાણિત ડોક્યુમેન્ટ
  • બેંક એકાઉન્ટ બંધ કરવા દોડ્યા લોકો

ભારતીય રિઝર્વ બેંક RBIએ હાલમાં જ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર પત્રને બેંક ખાતા ખોલવાને માટે કેવાઈસીને માન્ય ડોક્યુમેન્ટ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ વાત ખ્યાલ આવતાં જ તમિલનાડુના થુથુકડીની નજીકના ગામમાં લોકોની વચ્ચે અફરાતફરીનો માહોલ કાયમ રહ્યો છે.ગામના લોકો પોતાના ખાતાથી રૂપિયા કાઢવા માટે બેંક પહોંચી ગયા હતા. 

KYC વેરિફિકેશનને માટે એનપીઆર પત્રને એક પ્રમાણિત ડોક્યુમેન્ટ

રિઝર્વ બેંકના નિર્ણય બાદ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની એક સ્થાનીય શાખાએ એક જાહેરાત કરી અને તેમાં જણાવાયું છે કે KYC વેરિફિકેશનને માટે NPR પત્રને એક પ્રમાણિત ડોક્યુમેન્ટના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગામના સેંકડો લોકો પોતાના રૂપિયા કાઢીને બેંક શાખામાં પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હશે. 

RBIએ NPRને શા માટે સામેલ કર્યું.

એક સરકારી કર્મચારીએ પોતાના ખાતામાંથી લગભગ 50000 રૂપિયા કાઢ્યા. તેઓએ કહ્યું કે શાખાના લગભગ દરેક ગ્રાહક ગભરાઈ ગયા હતા. નોટબંધી બાદ પણ અનેક દિવસો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. આ સ્થિતિમાં બેંક અધિકારી સંપૂર્ણ રીતે અસહાય જોવા મળ્યા અને તેઓ સમજાવી શક્યા નહીં કે આરબીઆઈએ NPRને લિસ્ટમાં સામેલ કેમ કર્યું છે. 

મળતી માહિતી અનુસાર અનેક શાખાઓથી ન્યૂઝ આવી રહ્યા છે કે લોકો પોતાના એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપાડી રહ્યા છે. જો કે હાલમાં અનેક બેંકોએ કેવાઈસીને પોતાના ડોક્યુમેન્ટના લિસ્ટમાં સામેલ કર્યા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bank account NPR RBI cash withdraw એનપીઆર કેવાઈસી તમિલનાડુ નિર્ણય બેંક એકાઉન્ટ withdraw cash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ