બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

એલર્ટ / અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Last Updated: 06:36 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તે કહી રહ્યો છે અમારી મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે તેને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથી કુર્બાન થયા છે. અને હવે આ મંદિરને તોડવું પડશે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ફરી એકવાર રામજન્મભૂમિને લઈને ઝેર ઓક્યું છે. જૈશે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ અંગે એક ધમકીભર્યો ઓડિયો પણ વાયરલ થયો છે. જો કે વીટીવી ગુજરાતી આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તે કહી રહ્યો છે કે અમારી મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે તેને બોમ્બથી ઉડાળી દઇશું. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથી કુર્બાન થયા છે. અને હવે આ મંદિરને તોડવું પડશે.

ayodhya-3.jpg

ગુપ્તચર તંત્ર એલર્ટ, સુરક્ષામાં વધારો

આ ઓડિયો સામે આવ્યા બાદ સુરક્ષા અને ગુપ્તચર તંત્ર હરકતમાં આવ્યું છે. રામ મંદિર અને તેની નજીકના એપ્રોચ રોડ અને મુખ્ય મથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સંગઠનનું નામ 2005માં રામજન્મભૂમિ સંકુલ પર થયેલા આતંકી હુમલામાં સામે આવ્યું હતું. જૈશ રામજન્મભૂમિને લઈને સતત ઝેર ઓકતું રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પણ આ આતંકી સંગઠને ધમકી આપી હતી. રામ મંદિરના નિર્માણ બાદ કેન્દ્ર સરકાર તેની સુરક્ષાને લઈને સતત નવી વ્યવસ્થા કરી રહી છે. રામનગરીમાં પ્રસ્તાવિત NSG કેન્દ્ર સુરક્ષા વિસ્તારમાં એક નવી કડી છે.

Website_Ad_1200_1200_3.width-800

રામ નગરી એલર્ટ મોડ પર

આતંકવાદી ધમકી બાદ રામ નગરી એલર્ટ મોડ પર છે. સુરક્ષાની સમીક્ષા કરવા માટે એસએસપી રાજકરણ નય્યરએ એરપોર્ટની મુલાકાત લીધી હતી. સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી અને એલર્ટ રહેવા સૂચના આપી છે. જોકે તેમણે આતંકવાદી સંગઠન તરફથી મળેલી ધમકી અંગે અજાણ હોવાનું કહ્યુ હતું.

વધુ વાંચોઃ મોદી સરકારની વધુ એક ભેટ: વંદે મેટ્રોનો ફર્સ્ટ લૂક આઉટ, જુઓ તસવીરો અને ફીચર

એટીએસ કમાન્ડોની નજર

તેમણે મિડિયાને કહ્યુ કે આતંકી ધમકીના ઓડિયો વિશે કોઈ માહિતી નથી. રામ મંદિર સહિત સમગ્ર રામનગરીની સુરક્ષા મજબૂત છે. અયોધ્યા ધામને અલગ-અલગ ઝોનમાં વિભાજીત કરીને તેની પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ ઉપરાંત પીએસીની પણ ઘણી કંપનીઓ છે. એટીએસ કમાન્ડો પણ પહેલેથી જ નજર રાખી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jaish-e-Mohammed Ayodhya Ram Temple Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ