બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Panic on Valentine's Day: Bajrang Dal activists chase couples on public roads in Vadodara and Gandhinagar, watch VIDEO

ગેરવર્તણૂંક / વેલેન્ટાઈન ડે પર બબાલ: વડોદરા અને ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરો જાહેર માર્ગો પર યુગલો પાછળ ભાગ્યા, જુઓ VIDEO

Vishal Khamar

Last Updated: 10:47 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વેલેન્ટાઈન ડે હોઈ યુવક-યુવતીઓ બગીચામાં બેઠા હતા. તે દરમ્યાન બજરંગ દળના કાર્યકરોએ પહોંચી બેઠેલા યુવકો સાથે ગેરવર્તણૂંક કરી હતી.

  • ગાંધીનગરમાં બજરંગદળની દાદાગીરી
  • બગીચામાં બેઠેલા યુગલો સાથે કરી બબાલ
  • વડોદરામાં બજરંગ દળના કાર્યકરોની દાદાગીરી
  • કમાટીબાગના ગેટ પાસે લોકો અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ

વડોદરામાં બજરંગ દળના કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે એકઠા થયેલા યુગલો સાથે બજરંગ દળના કાર્યકરોએ ગેરવર્તણૂંક કરી હતી. વડોદરામાં આવેલ ફતેગંજ, કમાટીબાગમાં યુગલો શાંતિથી બેઠા હતા.  તેઓની એકઠા થઈને ગયેલા બજરંગ દળના કાર્યકર્તાઓએ યુગલોને  હેરાન પરેશાન કર્યા હતા. કમાટી બાગના ગેટ પાસે બજરંગ દળના કાર્યકરો તેમજ યુવક વચ્ચે બબાલ પણ થવા પામી હતી. બેફામ  બનેલા કાર્યકરો ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર યુવતી પાછળ ભાગ્યો હતો.

 

 ગાંધીનગરમાં પણ બજરંગ દળના કાર્યકરોની દાદાગીરી સામે આવી
ગાંધીનગરમાં બજરંગ દળની દાદાગીરી સામે આવી છે. આજે ભારત સહીત સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં બજરંગ દળનાં કાર્યકરોએ ગાંધીનગરમાં જાહેર બગીચાઓમાં બેસતા યુગલોને ભગાડયાની ઘટના સામે આવી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વેલેન્ટાઇન ડેના વિરોધના નામે દાદાગીરી કેમ કરવામાં આવી રહી છે. માત્ર વેલેન્ટાઇનનાં દિવસે જ કેમ બજરંગ દળનાં કાર્યકરો આ બાબતે સામે આવતા હોય છે? તેમજ બાકીનાં 364 દિવસ ક્યાં હોય છે ?
 

સંકળાયેલા મુદ્દાઓ

Valentine's Day gandhinagar vadodra વડોદરા વેલેન્ટાઈન ડે vadodra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ