Panchmahal morva hadaf ex mla bhupendra khant death
પંચમહાલ /
ગુજરાતના પૂર્વ ધારાસભ્યનું અમદાવાદ સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ થયું નિધન
Team VTV10:45 AM, 22 Jan 21
| Updated: 10:58 AM, 22 Jan 21
મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જતા સમયે માર્ગમાં જ થયું નિધન થયું છે.
મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન
ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઇ થયો હતો વિવાદ
જાતિ પ્રમાણપત્રને લઇ હાઇકોર્ટમાં કરાઇ હતી અપીલ
પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટની મોરવા હડફના વિરાણીયા ખાતે અંતિમવિધિ કરાશે
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાટનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. ભૂપેન્દ્ર ખાંટનું કઠલાલ પાસે એમની કારમાં જ અવસાન થયું છે.
મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઇને વિવાદ થયો હતો. જેમાં જાતિ પ્રમાણપત્રને લઇને હાઇકોર્ટમાં અપલી કરવામાં આવી હતી. તેમના પર ખોટા આદિજાતિ પ્રમાણપત્ર મેળવી ચૂંટણી લડવાનો આક્ષેપ થયો હતો.
જાતિના પ્રમાણપત્રને લઇને ભૂપેન્દ્ર ખાંટ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી હતી. જેના અનુસંધાને ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.