બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘોઘંબામાં સર્વે એજન્સીનું ભોપાળું, સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે!, ગ્રામજનોના શ્વાસ અધ્ધર
Last Updated: 10:46 PM, 4 August 2024
સર્વે એજન્સીની ભૂલ અને આખેઆખી સરકારી જમીન અને સ્કૂલ ખાનગી વ્યક્તિના નામે થઈ ગઈ, માન્યામાં નહીં આવે. પરંતુ આવુ જ કાંઈક પંચમહાલથી સામે આવ્યું છે. નવાઈ લાગશે પરંતુ આવું જ પંચમહાલના ઘોઘંબા ગામે બન્યું છે. જ્યાં સરકારના આદેશ પ્રમાણે ખાનગી એજન્સી દ્વારા ભૌગોલિક સર્વે હાથ ધરાયો હતો. પરંતુ સર્વે એજન્સીએ એક જ જગ્યા પર બેઠા-બેઠા સર્વે કરી ભોંપાળું કર્યું છે અને આ ભોપાળાની પોલ ગામના સરપંચ નિલેશ વરિયાએ ખોલી છે. જેમણે સીટી સર્વે કચેરીથી એક આધિકારીક નકશો પોતાના પંચાયત વિસ્તારનો મેળવ્યો. જે નકશામાં અને તેના રેકોર્ડમાં ભૂલો જ ભૂલો સામે આવી.
ADVERTISEMENT
સિટી સર્વેની કામગીરીમાં ભોપાળું
ADVERTISEMENT
આવું માત્ર સરકારી જમીનોમાં જ નહીં ગામની અન્ય ખાનગી મિલકતોમાં પણ થયું છે. જેમાં કોઈ એક વ્યક્તિની મિલકતના બીજા વ્યક્તિ માલિક બની ગયાં છે. આ અંગે ગામના સરપંચ અનેક પોલંપોલ ખોલી છે. બ્રિજ અને શાળા જેવી જગ્યા પર કોઈ પોતાનો હક્ક જમાવે તો..? સર્વેમાં ભૂલથી ગામની જમીન અન્ય કોઈ પચાવી જાય તો..? હાલ આવા અનેક સવાલો સાથે ગ્રામજનો પણ ચિંતામાં મુકાયા છે..
આ પણ વાંચો: દર્શના જરદોશને ઓફિસનો અભરખો?, સાંસદ મુકેશ દલાલને ઓફિસ માટે વલખાં, ધીરજ ખૂટતા બોલ્યા
ગ્રામજનો દ્વારા રી-સર્વેની કરાઈ માંગ
મહત્વનું છે કે, ગામના સરપંચ દ્વારા આ ભૂલોના પુરાવા સાથે જિલ્લા લેન્ડ રોકોર્ડ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરાઈ છે. પરંતુ આજદીન સુધી કોઈ નિવારણ આવ્યું નથી. જેથી ગ્રામજનો દ્વારા રી-સર્વેની માંગણી કરવામાં આવી છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.