મધુ શ્રીવાસ્તવે ઈક પ્યારકા નગમા હૈ ગીત ગાયું, તો કલાકાર ભરત બારીયાએ ચિઠ્ઠીના કોઈ સંદેશ,તુમ કહા ગયે પર માતાને શ્રદ્વાંજલિ આપી
કલાકાર ભરત બારીયાની માતાને અનોખી શ્રદ્વાંજલિ
નૃત્ય કરી માતાને શ્રદ્વાંજલિ આપી
MLA મધુ શ્રીવાસ્તવે આપી ગીત ગાઇ શ્રદ્વાંજલિ આપી
પંચમહાલના કલાકાર ભરત બારીયાની માતાને અનોખી શ્રદ્વાંજલિ આપવામાં આવી છે. પંચમહાલના મોરલા ગણાતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્ય કલાકાર ભરત બારીયાની માતાનું નિધન થયું હતું જેમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવ પહોંચ્યા હતા. અહી મધુ શ્રીવાસ્તવે આગવા અંદાજમાં ગીત ગાઇ શ્રદ્વાંજલિ આપી હતી. ઈક પ્યારકા નગમા હૈ...મોજો કી રવાની હૈ...જીંદગી ઔર..કુછ ભી નહીં.. આખુંય ગીત ગાઈને કલાકાર ભરત બારીયાની માતાની યાદમાં અનોખી રીતે તેમને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા. માતાની વિરહની ઘડીમાં પંચમહાલ પંથક કલાકાર ભરત બારીયાની પડખે ઊભું રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
તો આ તરફ ભરત બારીયાએ પોતે પણ નૃત્ય કરી માતાને શ્રદ્વાંજલિ આપી હતી. ભરત બારીયા "ચિઠ્ઠીના કોઈ સંદેશ,તુમ કહા ગયે" ગીત પર ભાવુક નૃત્ય કરી રહ્યા હતા તે સમયે હાજર સૌ કોઈની આંખમાં આસું સરી પડ્યા હતા. કલાકારના આ નૃત્યમાં માતાની વિદાયનું દૂ:ખ હૂબહૂ જોવા મળ્યું હતું.
કોણ છે ભરત બારિયા?
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર ખાતે રહેતા ગુજરાતનું ગૌરવ ઈવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર ભરત બારીયા પોતાની ભરતનાટ્યમ અને સાંસ્કૃતિક અદ્દભુત અને અવિસ્મરણીય નૃત્ય કલા વડે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વના અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે સાથે જ વિદેશીઓને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ રાષ્ટ્રિય સ્તરે અને રાજ્ય કક્ષાએ અનેક પ્રોત્સાહક સિદ્ધિઓ તેમજ સન્માનજનક એવોર્ડ પોતાને નામ કર્યા છે. જેમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરત બારીયા અને અક્ષય પટેલને પંચમહાલના મોરલાનું ઉપનામ આપી તેઓને બિરદાવવામાં આવ્યા છે અને ભારતીય સંસ્કૃતિને નૃત્યની કલા થકી જીવંત રાખવા બદલ ભારતના પેનલ કલાકાર તરીકે તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. હમણા જ વ્યુમન રાઈટ કાઉન્સિલ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ 2021 થી ભરત બારીયાને સમ્માનિત કરવામા આવ્યા છે.