બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panchmahal, 9-year old daughter, wins silver in skating despite, hand fracture PSI
Mahadev Dave
Last Updated: 04:30 PM, 7 June 2022
ADVERTISEMENT
પંચમહાલ પંથકની 9 વર્ષની દીકરીએ ગૌરવ વધાર્યું છે. હાથમાં ફેક્ચર હોવા છતાં ઝોયા શેખ નામની દીકરીએ સાંસદ ખેલ મહોત્સવમાં સ્કેટિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી સમગ્ર પંથકનું નામ ઉજળૂ કર્યું છે. આ ઝળહળતી સિદ્ધિ બદલ કાલોલ PSI એમ.એમ.ઠાકોરે ઝોયાને પોતાની ખુરશી પર બેસાડી અનોખુ સન્માન આપી જુસ્સો વધાર્યો હતો. આ તકે દીકરીના માતા-પિતાએ પણ રાજીપો વ્યકત કર્યો હતો.
ADVERTISEMENT
ઝોયા શેખે સ્કેટિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો
પંચમહાલના કાલોલની ઝોયા શેખ નામની 9 વર્ષની દીકરીએ સાંસદ ખેલ મહોત્સવમાં સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સાથી ખેલાડીઓથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમાંક પણ મેળવ્યો હતો. મહત્વની વાત એ છે કે માત્ર 9 વર્ષની ઉમરની આ દીકરીને હાથે ફ્રેક્ચર હોવા છતાં તેણે હિંમત હાર્યા વગર સિલ્વર પદક પોતાના નામે કર્યો હતો. ઝોયા શેખે શ્રેષ્ટ પ્રદર્શન કરી સિલ્વર મેડલ હાંસલ કરતાં સ્થાનિક આગેવાનો દ્વારા તેમના પાર શુભેચ્છાનો મીઠ મેહ વર્ષી રહ્યો છે. સાથે-સાથે બુકે અને અવનવી ગિફ્ટ આપી ઝૉયાની સફળતાને આવકારમાં આવી છે. આ સફળતાનો આનંદ વ્યક્ત કરતી ઝૉયા શેખે ભવિષ્યમાં પોલીસ કે આર્મી ઓફિસર બનાવની ઇચ્છા કરી વ્યકત કરી હતી.
કાલોલ PSIએ દીકરીને ખુરશી પર બેસાડી આપ્યું સન્માન
આત્મવિશ્વાસ થકી લક્ષ્ય પ્રાપ્તિ થઈ શકે છે. જે કાલોલની જોયા શેખ નામની બાળાએ સાબિત કરી બતાવ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ પૂર્વે પોતાના હાથમાં ફ્રેક્ચર થયું હોવા છતાં તેણીએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝોયાના આ જોમ-જુસ્સાને વધાવતા કાલોલ પીએસઆઇ એમ એમ ઠાકોરે ઝોયાને પોતાની ખુરસી પર બેસાડી હતી. એટલું જ નહીગિફ્ટ આપી તેનું સન્માન પણ કર્યુ હતું. સાથે કેટલાક સ્થાનિક અગ્રણીઓએ પણ જોયાને સન્માનિત કરી હતી. ઝોયાના પિતા અનિસ શેખ પણ દીકરીને મળેલા સન્માનથી ગદગદિત થઈ અને કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં સમાજમાં દરેક માતા-પિતાએ પોતાની દીકરીઓને આગળ વધવા મદદ કરવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.