બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / panacea biotec and refana develop coronavirus vaccine

મહામારી / ભારતીય કંપનીએ તૈયાર કરેલ વેક્સિનને મળી મોટી સફળતા, અમેરિકન ફાર્મા સાથે કરાર

Last Updated: 09:27 PM, 10 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વેક્સિન બનાવવા માટે સમગ્ર વિશ્વની ફાર્મા કંપનીઓ મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે હવે ભારતીય કંપની Panacea Biotecએ કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે અમેરિકન કંપની Refana Inc સાથે કરાર કર્યા છે. પૈનેસિયા બાયોટેકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.

  • ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે આવ્યા રાહતના સમાચાર
  • ભારતીય કંપની અને અમેરિકન કંપની સાથે મળી તૈયાર કરશે કોરોનો વેક્સિન
  • એનિમલ ટ્રાયલમાં મળી મોટી સફળતા

બંને કંપનીઓ વચ્ચેની આ ભાગીદારીનો હેતુ ઇનએક્ટિવેટેડ વાયરસ આધારિત રસી બનાવવાનો છે. આ ભારતીય કંપની, રેફનાની સાથે મળીને કોવિડ -19 માટે સંભવિત રસીના 50 કરોડથી વધુ ડોઝ બનાવવા માંગે છે, જેનું લક્ષ્ય આગામી વર્ષ સુધીમાં 40 મિલિયનથી વધુ ડોઝ આપવાનો લક્ષ્યાંક છે.

કંપનીના ડિરેક્ટરનું નિવેદન

આપને જણાવી દઇએ કે, આ અંગે પૈનેસીયા બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ જૈને જણાવ્યું હતું કે વિશ્વને એક સલામત અને અસરકારક રસીની જરૂર છે જે હાલની ઉત્પાદન સુવિધાઓમાં મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે અને વૈશ્વિક માંગ પુરી કરી શકાય.

50-50 ટકાની ભાગીદારી

કરાર મુજબ Panacea Biotec પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને કમર્શિય મેન્યુફેક્ચરિંગની જવાબદારી સંભાળશે. ત્યારે જ્યોઇન્ટ વેન્ચર એન્ટિટી ક્લિનિકલ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી સબમિશન પર કામ કરશે. બંન્ને કંપનીઓ વચ્ચે આ આ વેક્સીનને લઇને 50-50 ટકાની ભાગીદારી નક્કી થઇ છે. 

એનિમલ ટ્રાયલમાં મળી સફળતા 

રાજેશ જૈને એક ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, આ વેક્સિનની એનિમલ ટ્રાયલ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે. તેમણે જણાવ્યું કે, ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન માનવ ટ્રાયલ માટે ડ્રગ ઓથોરિટીને અરજી કરશે. 

ઓક્ટોબરમાં હ્યૂમન ટ્રાયલ કરાશે શરૂ

પૈનેસિયા બાયોટેકની યોજના છે કે, ઓક્ટોબરમાં હ્યૂમન ટ્રાયલનો ફેઝ-1 સ્ટાર્ટ કરવામાં આવશે. સાથે જ કંપની વેક્સીનનું પ્રોડક્શન પણ શરૂ કરશે. ડિસેમ્બર-2020 અને જાન્યુઆરી-21માં દર મહિને 40 મિલિયન વેક્સિન ડોઝ તૈયાર કરવાનો લક્ષ્ય છે. આ વેક્સિનના સ્ટોરેજને લઇને ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ સરળતાથી થઇ શકશે.

અન્ય કંપનીઓની રસીથી એકદમ અલગ 

રાજેશ જૈને કહ્યું કે ઓછા ખર્ચે રસી આપવાની યોજના છે, તેમણે કહ્યું કે સફળતા મળ્યા બાદ ભારતમાં નિકાસ તેમજ ઉપયોગ કરવાની યોજના છે. તેમણે કહ્યું કે આ અન્ય કંપનીઓ દ્વારા ઉત્પાદિત રસીથી સંપૂર્ણપણે અલગ છે, અને તેની સફળતાની સંભાવના વધારે છે.

વિદેશી કંપની કરી રહી છે ફંડિંગ

જ્યાં સુધી આ વેક્સિન બનાવવામાં રોકાણની વાત છે ત્યાં સુધી ફંડિગ વિદેશી કંપની કરી રહી છે. પૈનેસિયા બાયોટેક ફંડિગ કરતી નથી. તેમણે જણાવ્યું કે, વધુ સફળતા મળશે ત્યારે કંપની સરકારનો સંપર્ક કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Vaccine panacea biotec refana અમેરિકન ફાર્મા કોરોના વાયરસ ભારતીય કંપની coronavirus
Kavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ