લૉકડાઉન / અમદાવાદ-બોટાદમાં પાન-મસાલાના ગલ્લાઓ પર વ્યસનીઓની લાઈનો લાગી

Pan-Masala traders social distance lockdown botad ahmedabad gujarat

લૉકડાઉન આમ જનતા માટે તો થોડું મુશ્કેલ હતું. પરંતુ સૌથી વધુ આ લૉકડાઉનમાં કોઈ પિસાયું હોય કે, હેરાન-પરેશાન થયું હોય તો તે છે પાન-મસાલાના વ્યસનીઓ. કારણ કે, સરકારે સૌથી પહેલું કામ પાન-મસાલાના ગલ્લાઓને બંધ કરવાનું કર્યું હતું. આ ગલ્લાઓનું બંધ થવું જાણે વ્યસનીઓની દુઃખતી રગ પર વાર સમાન હતું. અનેક લોકો તો જાણે ગાંડા તૂર બની પાન-મસાલા કે, તમાકુ માટે ફરતા હતા. જોકે લૉકડાઉન 4.0માં ફરી ગલ્લાઓને ખુલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે ગલ્લાઓ ખુલતા ઘેલા થયેલા પાન-મસાલાના બંધાણીઓની ઠેકઠેકાણે લાઇનો લાગી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ