માટીના તવા પર શેકેલી રોટલી ખાવાથી થાય છે આ બિમારીઓ ફટાકથી દૂર

By : juhiparikh 12:04 PM, 20 October 2018 | Updated : 12:04 PM, 20 October 2018
આપણી ફાસ્ટ લાઇફ અને જીવનશૈલીને કારણે માટીના વાસણનો ઉપયોગ સાવ ઘટી ગયો છે. આ પાછળનું મુખ્ય કારણ છે કે લોકો માટીના વાસણના ફાયદાઓ જ જાણતા નથી. કેટલાક અંતરિયા વિસ્તારમાં લોકો આજે પણ માટીના વાસણોમાં ભોજન પકાવીને ખાય છે જેની અસર તેમના આરોગ્ય પર જોઇ શકાય છે. આ લોકો ભાગ્યે જ કોઇ ગંભીર બિમારીનો ભોગ બને છે. કેમકે માટીમાં ખાવું પકાવવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ મળે છે. 

આયુર્વેદ મુજબ ભોજનને હમેશાં ધીરે-ધીરે પકાવવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમના વાસણોમાં આ સંભવ નથી, તેમાં ભોજન ઝડપથી બની જાય છે. જ્યારે માટીના વાસણોમાં ખોરાક ધીમા તાપે પકાવવામાં આવે છે. જેનાથી ખોરાક સ્વાદિષ્ટ બનવાની સાથે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. 

કેમ માટીનો તવો છે ઉપયોગી

એવું માનવામાં આવે છે કે માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી રોટલીના કોઈપણ પોષક તત્વો નષ્ટ થતાં નથી. અન્ય વાસણોની વાત કરીએ તો એલ્યૂમિનિયમના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 87 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પીત્તળના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 7 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, સાથે જ તાંબાના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 3 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. માત્ર માટીના વાસણોમાં પકાવેલો ખોરાકમાં 100 ટકા પોષક તત્વો જળવાઈ રહે છે.

આ વાતનું રાખો ધ્યાન

-માટીના વાસણોને તેજ આંચ પર ગરમ કરવાથી તે તૂટી શકે છે. જેથી હમેશાં ધીમી કે મધ્યમ આંચ પર તેને ગરમ કરવું.

-માટીના તવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું તે પાણીના સંપર્કમાં ન આવે.

-માટીના તવાને હમેશાં કપડાંથી સાફ કરવું, તેને ક્યારેય સાબુથી સાફ કરવો નહીં.

- કબજિયાતની સમસ્યા આજકાલ વૃદ્ધોની સાથે યુવાનો અને બાળકોમાં પણ વધી ગઈ છે. ખાનપાનની ખોટી આદતો આ સમસ્યાનું મૂળ કારણ છે. જેથી માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી આ સમસ્યા દૂર થાય છે. સતત માટીના તવાનો ઉપયોગ કરવાથી કબજિયાતમાં આરામ મળે છે.

- માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. જો તમારી જોબ આખો દિવસ બેસી રહેવાની હોય તો ચોક્કસ ગેસની સમસ્યા રહે છે. આ સમસ્યામાં છૂટકારો મેળવવા માટે માટીના તવા પર શેકેલી રોટલી ખાવાથી ફાયદો થશે. 

- માટીના તવા પર શેકેલી રોટલી પૌષ્ટિક તો હોય જ છે પણ સાથે સાથે સ્વાદિષ્ટ પણ તેટલી જ હોય છે. લોટ માટીમાં રહેલા તત્વોને એબ્સોર્સ કરી લે છે. જેનાથી રોટલીની પૌષ્ટિકતા વધી જાય છે અને સાથે જ માટીમાં રહેલા તત્વો ખતરનાક બિમારીઓ સામે રક્ષણ પણ કરે છે. Recent Story

Popular Story