Pan Aadhaar Linking Deadline of Pan-Aadhaar link may increase again relief to crores of people
ફાયદાની વાત /
દાવો: શું Aadhaar-PAN લિંકિંગની સમયમર્યાદામાં થશે વધારો! એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા
Team VTV11:24 AM, 28 Mar 23
| Updated: 11:26 AM, 28 Mar 23
અત્યાર સુધી 2 કરોડથી વધારે પાન ધારકોએ આધાર સાથે તેને લિંક નથી કર્યું. ઈનકમ ટેક્સ વિભાગે આ કામ માટે હાલ 31 માર્ચ સુધીની ડેડલાઈન નક્કી કરી છે. જોરે આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ દાવો કર્યો છે કે જલ્દી જ પાન-આધાર લિંક કરવાની ડેડલાઈન વધી શકે છે.
2 કરોડ લોકોએ નથી કર્યું પાન સાથે આધાર લિંક
31 માર્ચ સુધી નક્કી કરવામાં આવી છે ડેડલાઈ
શું હજુ પણ વધી શકે છે પાન-આધાર લિંકની ડેડલાઈન?
પાન અને આધાર લિંક કરવાની ડેડલાઈ જેમ જેમ નજીક આવી રહી છે ટેક્સપેયર્સને તેની ચિંતા સતાવવા લાગી છે. આવકવેરા વિભાગે 31 માર્ચ, 2023ની ડેડલાઈન નક્કી કરી છે. જે પુરી થવામાં ફક્ત 4 દિવસ બાકી છે. આવકવેરા વિભાગની વાત માનવામાં આવે તો અત્યાર સુધી 2 કરોડ પાનધારકોએ આધારને લિંક નથી કરાવ્યું.
જોકે આવા પાનધારકો માટે આ સમાચાર રાહતના છે. એક આવકવેરા અધિકારીએ દાવો કર્યો છે કે પાન-આધાર લિંક કરવાની ડેડલાઈ એક વખત ફરી વધારવામાં આવી શકે છે. ઈનકમ ટેક્સ વિભાગ જલ્દી જ આ વિશે નોટિફિકેશન જાહેર કરશે.
પાન-આધાર લિંકની છેલ્લી તારીખ ફરી વધી
એક રિપોર્ટ અનુસાર સરકાર પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ ફરી વધારી શકે છે. મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ વિશે આવકવેરા વિભાગ જલ્દી નોટિફિકેશન પણ જાહેર કરી શકે છે.
તેનો હેતુ પાન કાર્ડધારકોને આધાર સાથે લિંક કરવા માટે અમુક સમય વધારે આપવાનો છે. ઈનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે જે પણ ટેક્સપેયર્સ છૂટ વાળી કેટેગરીમાં નથી આવતા તેમણે 31 માર્ચ પહેલા પોતાનું પાન, આધાર સાથે લિંક કરવું જરૂરી છે. હાલ આ કામ 1000 રૂપિયા ફી આપીને કરી શકાય છે.
પહેલા પણ વધારી હતી ડેડલાઈન
આ પહેલા પણ સરકારે આધાર-પાન લિંક કરવાની ડેડલાઈન ઘણી વખત વધારી છે. 31 માર્ચ, 2022 પહેલા આ કામ સંપૂર્ણ રીતે મફત હતું.
1 એપ્રિલ 2022 બાદ આ કામ માટે 500 રૂપિયા ફી લેવામાં. જ્યારે 1 જુલાઈ બાદ 1000 રૂપિયા ફી લેવામાં આવી હતી. હાલ 31 માર્ચ સુધી આ ફી પર જ પાન-આધાર લિંક કરાવવામાં આવી રહ્યું છે.
કેટલું જરૂરી છે પાન સાથે આધાર લિંક કરવું?
ઈનકમ ટેક્સ કાયદાની કલમ 139AAના હેઠળ આ જરૂરી છે કે 1 જુલાઈ 2017 પહેલા જાહેર દરેક પાનની સાથે આધાર નંબરને જોડવામાં આવે અને આ કામ પાન-આધાર લિંક કરીને જ પુરૂ કરી શકાય છે.
સરકારે ગયા વર્ષે જુલાઈમાં સંસદમાં જણાવ્યું કે અત્યાર સુધી કુલ 61,73,16,313 લોકોને પાન કાર્ડ જાહેર કરવામાં આવી ચુક્યા છે. તેમાંતી 46,70,66,691 લોકોએ પોતાનું પાન, આધાર સાથે લિંક કરી લીધુ છે.