શું તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવ્યું છે? જો નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લો નહીંતર ડબલ દંડ માટે તૈયાર રહેજો. પાનને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 જતી રહી. પછી તેને દંડની સાથે 30 જૂન 2022 સુધી વધારી દેવામાં આવી હતી.
તમે પાન કાર્ડને આધાર સાથે લિન્ક ના કરાવ્યું હોય તો તાત્કાલિક કરાવી લેજો
જો તમે લિન્ક નહીં કરાવો તો ડબલ એટલેકે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે
હવે 30 જૂનની અંતિમ તારીખ પણ આ મહિને સમાપ્ત થઇ જશે. ત્યારબાદ તમારે ડબલ દંડ ભરવો પડશે. 31 માર્ચ બાદ 500 રૂપિયાની લેટ ફી લગાવવામાં આવી હતી. એટલેકે જો તમે 30 જૂન સુધી પાન અને આધાર લિન્ક કરાવ્યું નથી તો તમને ડબલ એટલેકે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ લેટ ફીની ચૂકવણી તમે ચલાન નંબર ITNS 280ના માધ્યમથી કરી શકો છો.
જાણો, પાન-આધાર લિન્ક ન કરવાના કેટલા છે નુકસાન?
પાન અને આધાર કાર્ડને હવે લિન્ક કરવુ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આવુ ના કરવાથી પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. એવુ નથી કે આ સમસ્યા માત્ર પાન કાર્ડ બંધ થાય ત્યાં સુધી જ રહેશે. પરંતુ એમ કહો કે તમારી સમસ્યા ત્યારબાદ વધારે વધશે. તમે ડિમેટ ખાતુ ખોલાવી શકશો નહીં, બેંક એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા માટે એકાઉન્ટ ખોલાવી શકશો નહીં.
આ રીતે સરળતાથી પાન અને આધારને ઑનલાઈન લિન્ક કરો
પોતાના PAN અને આધારને લિન્ક કરવા માટે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જાઓ.
ફોર્મમાં પોતાનો PAN અને આધાર નંબર નોંધો.
જો તમારા આધાર કાર્ડ પર માત્ર તમારા જન્મ વર્ષનો ઉલ્લેખ છે તો તમારા બૉક્સમાં સહીનો ચિન્હ લગાવો.
હવે વેરીફાઈ માટે છબિમાં ઉલ્લેખીત કેપ્ચા કોડ પણ નોંધો પછી “Link Aadhaar” બટન પર ક્લિક કરો.
તમને એક પૉપ-અપ સંદેશ જોવા મળશે કે તમારો આધાર તમારા PANની સાથે સફળતાપૂર્વક જોડાઈ જશે.
અંધ ઉપયોગકર્તા OTP માટે વિનંતી કરી શકે છે, જે કેપ્ચા કોડના બદલે રજીસ્ટર મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.