બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવા પાનકાર્ડથી ફ્રોડ અટકી જશે? સામાન્ય જનતાને કેવી રીતે મળશે સાયબર ક્રાઇમથી સુરક્ષા, જાણો સુવિધા
Last Updated: 09:27 AM, 30 November 2024
New PAN Card : કેન્દ્રીય કેબિનેટે આ સપ્તાહે સોમવારે QR કોડ સાથે નવી પેઢીના પાન કાર્ડ જાહેર કરવા માટે રૂ. 1,435 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ જે આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે તે PAN જાહેર કરવાની હાલની સિસ્ટમને અદ્યતન બનાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યો છે. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ QR કોડ આધારિત અદ્યતન સિસ્ટમના અમલીકરણ સાથે નકલી પાન કાર્ડની ઓળખ સરળ બનશે અને કરદાતાઓ એક કરતાં વધુ પાન કાર્ડ રાખી શકશે નહીં. એટલું જ નહીં નવા પાન કાર્ડથી છેતરપિંડી કરવી ખૂબ જ મુશ્કેલ બનશે અને સામાન્ય લોકોને તેનાથી ઘણી સુરક્ષા મળશે.
ADVERTISEMENT
નવા પાન કાર્ડ સાથે તાત્કાલિક ચકાસણીની સુવિધા
ADVERTISEMENT
આવકવેરા વિભાગે કહ્યું છે કે, જે લોકો પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તેમના માટે નવા કાર્ડ માટે અરજી કરવી ફરજિયાત નથી. જો કોઈ વ્યક્તિને તેના હાલના પાન કાર્ડમાં કોઈ સુધારો અથવા અપડેટ કરવાની જરૂર હોય તો તે PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ નવા કાર્ડ માટે અરજી કરી શકે છે. નિષ્ણાતોના મતે PAN 2.0 હેઠળ QR કોડ સાથે નવા અપગ્રેડેડ પાન કાર્ડ સાથે છેતરપિંડીનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે. આ સાથે નવા પાન કાર્ડ દ્વારા ઈન્સ્ટન્ટ વેરિફિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
વધુ વાંચો : નવું પાન કાર્ડ 2.0 ઈમેલ પર મફતમાં મેળવો, એપ્લાય કરવાની જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સામાન્ય લોકોને છેતરપિંડીથી કેવી રીતે રક્ષણ મળશે?
નવું PAN કાર્ડ QR કોડ સાથે આવશે તેથી ડુપ્લિકેટ કાર્ડ બનાવવું અથવા તેની સાથે છેડછાડ કરવી ખૂબ મુશ્કેલ છે. QR કોડમાં એન્ક્રિપ્ટેડ વ્યક્તિગત ડેટા હોય છે જે ચોક્કસ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને અધિકૃત લોકો દ્વારા જ જોઈ શકાય છે. તેથી છેતરપિંડી કરનારાઓ માટે નવા કાર્ડમાંથી વિગતો કાઢવાનું ખૂબ જ મુશ્કેલ બનશે અને તમારી અંગત વિગતોના દુરુપયોગનું જોખમ પણ ઘટી જશે. સામાન્ય રીતે છેતરપિંડી કરનારાઓ તમારા PAN કાર્ડ પરનું નામ અને ફોટો બદલી નાખે છે જ્યારે PAN નંબર એ જ રહે છે. PAN પર QR કોડ સાથે નાણાકીય સંસ્થાઓ તમારી વ્યક્તિગત વિગતોને તરત જ સરળતાથી ચકાસી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.