બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શું તમારા હાથની હથેળીમાં પણ આવેલી છે આ રેખા? તો હોઇ શકે છે લવ લાઇફમાં પ્રોબ્લેમનો સંકેત
Last Updated: 02:27 PM, 10 September 2024
હસ્તરેખા શાસ્ત્રના અનુસાર, હથેળીની રેખાઓ દ્વારા કોઈપણ વ્યક્તિની કરિયર, સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને લવ લાઈફ સહિતની જીવનની ઘણી બધી બબાતો વિશે અંદાજો લગાવી શકાય છે. દરેક વ્યક્તિને લગ્ન જીવન સારું રહે તેવી ઈચ્છા હોય છે. પરંતુ કેટલીક રેખાઓ વ્યક્તિની લવ લાઈફમાં સમસ્યાઓનો સંકેત આપે છે. તો કેટલીક રેખાઓ વ્યક્તિના લવ અથવા અરેન્જ મેરેજ વિશે પણ સંકેત આપે છે. અહીં જાણો હથેળીની આ રેખાઓ વિશે.
ADVERTISEMENT
હથેળીની હાર્ટ લાઈન
ADVERTISEMENT
હસ્તરેખા શાસ્ત્રના અનુસાર, હથેળીની હાર્ટ લાઈન જો બે રેખાઓ વચ્ચે કપાઈ જતી હોય તો બે મુખી થઈ જશે અથવા વી શેપનો આકાર લઈ લેશે. માન્યતા છે કે આવા લોકોના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે. સંબંધોમાં હંમેશાં વિવાદ થયા કરે છે. લાઈફ પાર્ટનર સાથે સરળતાથી ફિલિંગ્સ શેર નથી કરી શકતા તેમજ અવારનવાર સંબંધોમાં નાની નાની વાતે ઝઘડા થાય છે.
શરદી, ઉધરસ અને તાવથી બચાવશે આ આયુર્વેદિક નુસખા
વિવાહ રેખા
હથેશી પર નાની આંગળીની નીચેવાળા ભાગમાં વિવાહ રેખા હોય છે. આ રેખા હૃદય રેખાની ઉપરના હાથના બહારના ભાગથી શરૂ થઈને બુધ પર્વતની તરફ જાય છે. હથેળી પર વિવાહ રેખાથી વૈવાહિક જીવન કેવું હશે તેના વિશે જાણી શકાય છે.
વધુ વાંચોઃ- ઓછી મહેનતે પણ કરોડોમાં રમે છે આ રાશિના જાતકો, જો-જો ક્યાંક તમારી તો રાશિ નથી ને!
વિવાહ રેખાના શુભ-અશુભ સંકેત
હથેશી પર ડાર્ક અને સ્પષ્ટ વિવાહ રેખા સુખી વૈવાહિક જીવનો સંકેત આપે છે. માન્યતા છે કે, હથેળી પર ત્રિશુલનું નિશાન બનવાથી લવ મેરેજનો યોગ બને છે. તે સિવાય જો કોઈ વ્યક્તિની હથેળી પર શુક્ર પર્વત હોય તો તેનાથી લવ મેરેજની શક્યતા વધી જાય છે. તેમજ વિવાહ રેખાની શરૂઆતમાં દ્વીપનું નિર્માણ થાય તો તે અશુભ સંકેત છે. જે લોકોની હાર્ટન લાઈનને બીજી કોઈ રેખા કટ કરે છે તો તેમની પણ લવ લાઈફમાં સમસ્યા આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.