બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : વધુ એક જૈન સાધુએ મર્યાદા વટાવી, સાધ્વી સાથે 'મોટો કાંડ' સામે આવ્યો, આગેવાનોના મોટા આરોપ

પાલિતાણા / VIDEO : વધુ એક જૈન સાધુએ મર્યાદા વટાવી, સાધ્વી સાથે 'મોટો કાંડ' સામે આવ્યો, આગેવાનોના મોટા આરોપ

Last Updated: 10:03 PM, 13 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત બાદ હવે પાલિતાણામાં એક જૈન સાધુ પર સાધ્વી સાથેના સંબંધનો આરોપ લાગતાં ખળભળાટ મચ્યો છે.

સુરતમાં જૈન સાધુને દુષ્કર્મ કેસમાં થયેલી સજાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો હવે પાલિતાણામાં પણ એક જૈન સાધુ પર ગંભીર આરોપ લાગ્યાં છે. જૈન સમુદાયના આગેવાનોનો આરોપ છે કે મુનિ સાગરચંદ્ર સાગરે સાધુવાદ નું અપમાન કર્યું છે અને તેમણે એક સાધ્વી સાથે સંબંધ છે. 2024 માં જૈન સાધ્વી સાથેની વિડિયો કોલ ની વિગતો અને સ્ક્રીન શોટ સામે આવ્યા છે જેમાં સાધુ અને સાધ્વી બંને એ મર્યાદા વટાવી દીધી છે અને તેમના ફોટો વાયરલ થયા છે.

આરોપના બચાવમાં શું બોલ્યાં સાગરચંદ્ર સાગર

આરોપ પર જવાબ આપતાં મુનિ સાગરચંદ્ર સાગરે એવું કહ્યું કે આ ફોટા ખોટા છે પરંતુ તેમનું આ જુઠાણું પકડાઈ ગયું. કારણ કે જૈન સમાજના લોકોએ ગુજરાત એફએસએલમાં નો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં FSL દ્વારા ફોટા ફેક નથી પણ સાચા હોવાનું સામે આવ્યું છે.

જૈન સમાજે શું માગ કરી

જૈન સમાજ માગ છે કે સાગરચંદ્ર સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ રસ્તો નથી ઉપરાંત જૈન મુનિએ મુંબઈમાં પાર્શ્વપુરમમાં પ્લોટ લીધો છે અને પાલિતાણાના જંબુ દ્વીપમાં છુપાઈને બેઠા છે ત્યારે સાગરચંદ્ર સાગરે ધર્મના નામે ધંધો કર્યો અને સંપત્તિ ભેગી કરી છે, આ ઉપરાંત પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ગત મહિને અરજી દાખલ કરીને જૈન મુનિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Palitana news GUJARAT NEWS Sagarchandra Sagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ