Team VTV11:53 PM, 05 Dec 21
| Updated: 11:59 PM, 05 Dec 21
30 દીકરીથી શરૂઆત કરી વિનામુલ્યે 300 દિકરીઓને શારીરિકની સાથે-સાથે લેખિત માટેની પણ તૈયારીમાં સાથ આપ્યો
પાલનપુરની પ્રિયંકાની અનોખી પહેલ
વિનામુલ્યે 300 દિકરીઓને ટ્રેનિંગ
PSI અને LRDની ભરતી માટે કરાવે તૈયારી
ગુજરાતમાં મોટી સંખ્યામાં LRD અને પીએસઆઈ ભરતી ની જાહેરાત પડી છે જેમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે પાલનપુરની પ્રિયંકા ચૌહાણ પોલીસ ની તૈયારી કરતી યુવતીઓ ને મદદે આવી છે અને તેમને આ યુવતીઓ ને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે તેમની 30 યુવતીઓ થી શરૂઆત આજે ૩૦૦ જેટલી યુવતીઓ હાલ એલઆરડી અને પીએસઆઈની તૈયારીઓ કરી રહી છે
દીકરીઓના ભાવિ માટે સેવાયજ્ઞ
સમગ્ર ગુજરાતમાં હાલ યુવક અને યુવતીઓ પોલીસથી તૈયારીમાં લાગી ગયા છે દસ હજારથી વધુની LRD અને પીએસઆઈની ભરતી માટે ૧૨ લાખથી વધુ ફોર્મ ભરાયા છે હાલ પોલીસની ભરતી શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાલનપુર તાલુકાની પિયંકા ચૌહાણ દ્ધારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે પ્રિયંકા પાલનપુર ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરી રહી છે સાથે સાથે પ્રિયંકા ને વિચાર આવ્યો કે બનાસકાંઠા જિલ્લો એ પછાત જિલ્લો છે અને આ જિલ્લામાં મોટી સંખ્યામાં એલ.આર.ડી અને પીએસઆઈની ભરતી માટે મોટી સંખ્યામાં બહેનોએ ફોર્મ ભર્યા છે પણ અંતરિયાળ જિલ્લાની કેટલીક બહેનો આજુબાજુ કોઈ મેદાન ન હોવાના કારણે તેઓ આ પરીક્ષામાં બીજી કોઈ રીતે તૈયારી કરી શકતી ન હોતી ત્યારે પ્રિયંકા ચૌહાણે ફ્રી ઓફ દોડ માટે મેદાન તૈયાર કરીને યુવતીઓને દોડની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું આજે તેમના ત્યાં ત્રણસો જેટલી યુવતીઓ દોડની અને લેખિત પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આવી રહી છે પ્રિયંકા ચૌહાણ ની આ સરાહનીય કામગીરી ની ચોતરફ ચર્ચા થઈ રહી છે
30 દીકરીથી શરૂઆત કરી વિનામુલ્યે 300 દિકરીઓને ટ્રેનિંગ આપી
શરૂઆતમાં પ્રિયંકા ચૌહાણના ત્યાં 30 જેટલી બહેનો તૈયારી કરવા માટે આવતી હતી પણ જેમ જેમ યુવતીઓની ખબર પડી કે પ્રિયંકા ચૌહાણ દ્વારા એકેડેમી શરૂઆત કરવામાં આવી છે જે એકેડેમીમાં બહેનોને ફ્રી ઓફ માં ફિઝિકલ દોડ અને કસરતની સાથે સાથે લેખિત પરીક્ષાની પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને લઈને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર લાખણી દિયોદર દાંતા વડગામ,પાલનપુર સહિત આસપાસના તાલુકામાં થી ૩૦૦ જેટલી બહેનો હાલ આ એકેડેમીમાં તૈયારીઓ કરવા માટે આવી રહી છે
કેટલીય બહેનોમાં આશાનું કિરણ જગાવ્યું
જે બહેનો એક રાઉન્ડ નથી દોડી શક્તી તે બહેનો હાલ નિર્ધારિત સમયમાં પોતાના રાઉન્ડ પૂર્ણ કરી રહી છે જેને લઇને LRD અને પીએસઆઇ ની તૈયારી કરતી બહેનો માં ખુશી જોવા મળી રહી છે સાથે સાથે પોતાના સ્વખર્ચે અને આગેવાનોના સમર્થનથી દૂર રહેતી 50 જેટલી બહેનો માટે તેમને રહેવાની અને જમવાની એ સગવડ પણ કરી છે જેના થકી છેલ્લા એક મહિનાથી તેઓ અહીંયા રહીને પણ સારી રીતે તૈયારી કરી રહી છે સાથે સાથે એક્સ આર્મી મેન દ્વારા ત્યાં ટ્રેનિંગ આપીને યુવતીઓને રનિંગમાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રિયંકા દ્વારા પૌષ્ટિક આહાર પણ બહેનોને આપવામાં આવી રહ્યું છે તેમની ઇચ્છા છે કે તેમની એકેડેમીમાંથી વધુમાં વધુ યુવતીઓ પાસ થઈને તેઓ પોલીસની ભરતીમાં જાય અને પોતાનું શહેરનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે જે બહેનો માટે તૈયારી કરવા માટે કોઈ વિકલ્પ નહોતો કે કોઈ મેદાન હતું તે બહેનો હાલ અહીં દોડી ને પોલીસમાં ભરતી થવાનું સપનું પૂર્ણ કરી રહી છે