બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / Palanpur student develops smart health ATM

વાહ / ગજબનું ટેલન્ટ: કાર્ડ સ્વાઇપ કરો અને દવા લઈ જાઓ, પાલનપુરના વિદ્યાર્થીએ વિકસાવ્યું સ્માર્ટ હેલ્થ ATM

Dinesh

Last Updated: 09:54 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની MS યુનિવર્સિટીના ટેક્નોલૉજી ફેકલ્ટીના મેદાનમાં આયોજિત મેકર ફેસ્ટમાં ઝળક્યું પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટના ધોરણ 6થી 8માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું સ્માર્ટ હેલ્થ ATM મશીન

  • વડોદરાની MS યુનિ.માં યોજાયું હતું મેકર ફેસ્ટ 
  • મેકર ફેસ્ટમાં સ્માર્ટ હેલ્થ ATM પ્રદર્શિત કરાયું
  • ગ્રામ્ય વિસ્તારમાં કટોકટી સમયે આવશે કામ


ATMનું નામ લેતાની સાથે જ તમારા મગજમાં કેશ ઉપાડવાનું મશીન આવી જ ગયું હશે. પરંતુ અમે આજે એવા ATM વિશે જણાવીશું જે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ આપશે. આમાં તમારે સામાન્ય ATMની જેમ કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે અને પૈસાની જગ્યાએ તમારે દવા પસંદ કરવાની રહેશે અને ATM મશીનથી ર્દીદીને તે દવા મળી જશે. ત્યારે આ સ્માર્ટ હેલ્થ ATMનો વિચાર કોને આવ્યો અને ક્યા જિલ્લાના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું છે, જુઓ આ વીડિયો..

વડોદરાની MS યુનિ.માં યોજાયું હતું મેકર ફેસ્ટ 
વીડિયોમાં દેખાતા આ પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટના ધોરણ 6થી 8માં ભણતા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓમાં નાની ઉમંરમાં પણ ગજબનું ટેલન્ટ છે. અને તેમનું આ ટેલેન્ટ વડોદરાની MS યુનિવર્સિટીના ટેક્નોલૉજી ફેકલ્ટીના મેદાનમાં આયોજિત મેકર ફેસ્ટમાં ઝળક્યું છે. 5મા મેકર ફેસ્ટમાં અલગ અલગ ઈનોવેટિવ સ્ટાર્ટઅપ્સ અને પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા. અને આ મેકર ફેસ્ટમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓએ બનાવેલું સ્માર્ટ હેલ્થ ATM પણ પ્રદર્શિત કરાયું હતું. જેને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમને એક એવું સ્માર્ટ હેલ્થ ATM વિકસાવ્યું છે જે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ આપશે.

આ ATM દર્દીના મેડિકલ રેકોર્ડ રાખશે
આ સ્માર્ટ હેલ્થ ATM મશીન ખાસ કરીને રાત્રી સમયે જ્યારે મોટાભાગની દુકાનો બંધ હોય ત્યારે દવાઓ જોઈતી હશે ત્યારે તે સૌથી વધુ ઉપયોગી બનશે. દર્દીઓને RFID કાર્ડ આપવામાં આવે છે જે કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે. અને તેમાં પૈસાની જગ્યાએ, તમારે દવા પસંદ કરવાની રહેશે અને દર્દીને તેમાંથી દવા મળશે. આ ATM દર્દીના મેડિકલ રેકોર્ડની સાથે દર્દીના આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો પણ રાખશે. 

ગ્રામ્ય વિસ્તારમાં કટોકટી સમયે આવશે કામ
આ સ્માર્ટ હેલ્થ ATM મશીન RFID ટેકનોલોજી પર આધારિત છે. તમારે દવા માટે પણ કોઈ રોકડ રકમની જરૂર નથી. દર્દી પાસે જે RFID કાર્ડ છે તે આધાર કાર્ડ સાથે લિંક થયેલું હશે. બેંક ખાતાઓ પણ આધાર કાર્ડ સાથે જોડાયેલા છે જેના કારણે તેના ખાતામાંથી દવાઓનું બિલ કપાઇ જશે. વિદ્યાર્થીઓએ હમણાં ડેમો મોડલ બનાવ્યું છે અને હજુ વધારે સુવિધાઓ વિકસાવામાં આવી રહી છે. જેમાં ડૉક્ટર, વેબ અને મોબાઇલ એપ્લિકેશન સાથે વિડિઓ કૉલિંગ સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવશે.

મશીન બનાવતા વિદ્યાર્થીઓને છ મહિના જેટલો સમય લાગ્યો
મહત્વનું છે ખેલવા કૂદવાની ઉંમરે પાલનપુરના આ 4 વિદ્યાર્થી નિશાંત પંચાલ, યશ પટેલ, અનય જોશી અને આદિત્ય ઠક્કરે હિતેન પટેલના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ હેલ્થ ATM મશીન બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ હેલ્થ ATM મશીન બનાવતા વિદ્યાર્થીઓને છ મહિના જેટલો સમય લાગ્યો છે. અને આગામી દોઢ વર્ષમાં લોકો આ હેલ્થ ATM મશીનનો લાભ લઈ શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

ગજબનું ટેલન્ટ ટેક્નોલૉજી ફેકલ્ટી ધોરણ 6થી 8 પાલનપુર વિદ્યાર્થી વિદ્યાર્થીઓ Palanpur health ATM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ