બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાલનપુરને વિકાસની નવી ભેટ, 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું આવતીકાલે લોકાર્પણ

VIDEO / પાલનપુરને વિકાસની નવી ભેટ, 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું આવતીકાલે લોકાર્પણ

Last Updated: 10:01 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરને આવતીકાલે મળશે વિકાસની નવી ભેટ; રાષ્ટ્રિય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ 27 પર એલ.સી. 165 પર રૂ.89.100 કરોડના ખર્ચે નવનિર્મિત "રેલવે ઓવરબ્રિજ”નું કરાશે લોકાર્પણ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રિય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ 27 પર એલ.સી. 165 પર રૂ.89.100 કરોડના ખર્ચે નવનિર્મિત "રેલવે ઓવરબ્રિજ” નિર્માણ કરવામાં આવ્યો છે. જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે એટલે કે, આવીતીકાલે 12 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવશે.

દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ

17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે. જયારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો. આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. પાલનપુર અને આબુરોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે જયારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. જીપી કસ્ટ્રકશન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 'કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું ઈનામ આપીશ' CM ભૂપેન્દ્ર પટેલના નીતિન પટેલે કર્યા વખાણ

PROMOTIONAL 12

આ બ્રિજમાં કુલ 180 ગડર કોક્રિટના છે

આ આખો બ્રિજ 79 પિલ્લર પર ઉભો છે. જેમાં 84 મી. ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોક્રિટના છે અને ૩૨ ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ 18 મીટર છે. આ બ્રિજ પર આબુરોડ થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુર થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે. બ્રીજના વિવિધ સ્થળો ઉપર દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી સજાવવામાં આવતા શહેરીજનોમાં બ્રિજના ઉદ્ઘાટનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Palanpur Railway Overbridge Railway Overbridge Launch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ