બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / પાલનપુરમાં બિરાજમાન પાતાળેશ્વર મહાદેવ, વાવ ખોદતા મળ્યું શિવલિંગ, રાણીને પૂર્યા હતા પરચા
Last Updated: 06:30 AM, 17 February 2025
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું એક એવુ પૌરાણિક મંદિર જેનો ઇતિહાસ ફક્ત પાલનપુર કે બનાસકાંઠા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે.મંદિરની મહત્વતા એવી છે કે આ મંદિરમાં શિવલિંગ રૂપી ભગવાન ભોળાનાથ જમીનથી 51 ફૂટ ઊંડે બિરાજે છે તો આ મંદિરનું શિખર જમીનથી 51 ફૂટ ઉપર છે.મંદિરનું શિવલિંગ જમીનથી નીચે પાતાળમાં આવેલું હોવાથી આ મંદિર પાતાળેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે.
ADVERTISEMENT
પાલનપુરમાં બિરાજમાન પાતાળેશ્વર મહાદેવ
ADVERTISEMENT
પાલનપુરનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક છે.મંદિરમાં શિવલિંગ જમીનથી ખુબજ નીચે પાતાળમાં આવેલું છે.એટલે મંદિરનુ નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે.51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું આ એક માત્ર મંદિર છે. પાટણના રાજા કરણસિંહની રાણી મીનળદેવીને સંતાન રહેતું ન હતુ. એટલે રાજાએ બીજા લગ્ન કર્યા.યોગાનુયોગે મીનળદેવીને થોડા દિવસોમાં જ ગર્ભાધાન રહ્યું.ત્યારે નવી રાણીને આ ગમ્યું નહિ એટલે તે રાણીએ એક તાંત્રિક પાસે ગઈ અને તાંત્રિકે માટલીમાં દેડકાને પૂરી મીનળદેવીના ગર્ભનું બંધન કર્યુ.નવ મહિના બાદ મીનળદેવીની પ્રસુતિ ના થતા મીનળદેવી જાત્રાએ નીક્ળ્યા ત્યારે રસ્તામાં તપસ્વી સાધુએ મીનળદેવીને બોલાવ્યા અને સાધુ મહાત્માએ પોતાની શક્તિથી સમગ્ર વાત જાણી તેમને રોકી લીધા.
વાવ ખોદતા પાતાળમાંથી શિવલિંગ મળી આવ્યું
વાવ ખોદાવવાનું શરૂ કરતાં પાતાળમાંથી શિવલિંગ મળી આવ્યું એટલે મીનળદેવીએ શિવલિંગની પૂજા કરી અને રાજાને મંદિર બનાવવા કહ્યું. અને ત્યારે પાતાળેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું.પાલનપુરના નગરદેવ પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા દૂરદૂરથી ભાવિક ભક્તો આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળતી હોવાની પણ લોક વાયકા છે..જે સુરંગ વર્ષો પહેલા બંધ કરી દેવાઈ છે. 1980માં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. વર્ષો પૌરાણિક પાતાળેશ્વર મહાદેવ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે. પાતાળેશ્વર મંદિરના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે.શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે.ભક્તો દૂરદૂરથી આવીને શિવની પૂજા કરીને બીલીપત્ર ચડાવી શિવની કૃપા મેળવે છે.જેના થકી ભગવાન શિવ તેમના ઉપર હંમેશા માટે કૃપામાન રહે છે. પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી સમયે મંદિર અને આજુબાજુનુ વાતાવરણ ભક્તિમય બની જાય છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત કે આંતર રાજ્યોમાંથી આવતા લોકો પાલનપુરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરને નિહાળી ભગવાન ભોલેનાથના દર્શન કરવા અવશ્ય પધારે છે અને શ્રાવણ માસમાં તો મહાદેવના દર્શન કરવા મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.
આ પણ વાંચો: વરસડા ગામે સધી માતાનું 400 વર્ષ જૂનું મંદિર, મા સિધ્ધેશ્વરીનો છે પૌરાણિક ઈતિહાસ
અતિ પૌરાણિક મંદિર
12મી સદીના અંતમાં અને 13મી સદીની શરુઆતમાં બંધાયેલા પાતાળેશ્વર મહાદેવના અતિ પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવી મહાદેવના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે. અને ભગવાન ભોળાનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં શિવાલયો આવેલા છે પણ તમામ શિવાલયોમાં પાતાળેશ્વર મહાદેવ જિલ્લાના મુખ્યમથક પાલનપુર જિલ્લાની મધ્યમાં આવેલું છે અને પૌરાણિક ઈતિહાસ ધરાવતું મંદિર છે જેને લઈ આ મંદિર જિલ્લાના મુખ્યમથક પાલનપુરના જોવાલાયક સ્થળોમાનું પણ એક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.