પાલનપુરના મોટાભાગના ATM લાંબા સમયથી છે ધબાક,લોકો થઇ રહ્યા છે પરેશાન

By : kavan 05:51 PM, 14 April 2018 | Updated : 05:51 PM, 14 April 2018
બનાસકાંઠા: બેંકો ATM અને મેસેજના નામે ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલે છે પરંતુ તેની સામે સર્વિસ આપવામાં આવતી નથી. આવી જ એક ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં બનવા પામી હતી. જેમા મોટાભાગના ATM બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે શહેરના અને ગામડામાંથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકોને રૂપિયા ન મળતા ભારે સમસ્યા વેઠવાનો લોકોને વારો આવી રહ્યો છે. દૂર દૂરથી ખરીદી માટે આવતા લોકોને રૂપિયા ન મળતા ઘરે પરત ફરવું પડે છે.

બીજી તરફ બેંકો પોતાની સર્વિસ શ્રેષ્ઠ છે તેવી મોટી મોટી જાહેરાતો કરે છે પણ પાલનપુરમાં જે રીતે ATM બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તેના પરથી લાગે છે બેંકો માત્ર વાતો છે કરે છે. ગ્રાહકોને સર્વિસના નામે ચાર્જ પડાવે છે પણ સર્વિસ આપતી નથી. પાલનપુર સિવાય રાજ્યમાં પણ અનેક જગ્યાએ આવા કિસ્સા સામે આવતા હોય છે.Recent Story

Popular Story