બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં અહીં આવેલા છે સ્વયંભૂ પ્રગટ થયેલા બે શિવલિંગ, કંકોત્રી ચઢાવવાની માન્યતા
Last Updated: 06:30 AM, 5 August 2024
બનાસકાંઠામાં પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા બાદરપુરા ગામનું હરહર ગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર છે. લોકવાયકા મુજબ ભારતમાં બે શિવલિંગ વાળા માત્ર બે જ મંદિર છે. એક તામિલનાડુમાં અને બીજુ બનાસકાંઠાના બાદરપુરા ગામે આવેલું છે. ભાવિકો આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા બાદરપુરા ગામે હરહર ગંગેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. વર્ષો પુરાણા આ મંદિરે લોકોને ખૂબ શ્રદ્ધા છે. આ મંદિરની એક વિશેષતા છે કે અહિં સ્વયંભૂ બે શિવલિંગ પ્રગટ થયેલા છે અને વર્ષોથી આ બંને શિવલિંગની પૂજા થાય છે. પર્વતોની ગિરિમાળાઓ વચ્ચે આવેલા હર ગંગેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.
ADVERTISEMENT
પાલનપુરના બાદરપુરા ગામે મહાદેવનું પૌરાણિક મંદિર
ADVERTISEMENT
બાદરપુરાના ગ્રામજનો લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે પહેલી કંકોત્રી મહાદેવના મંદિરે ચઢાવે છે.અને દરેક પ્રસંગ હરહર ગંગેશ્વર મહાદેવના આશીર્વાદથી સુખરુપે પાર પડે છે. મહાદેવજીના મંદિરે ભાવિકો જે માન્યતા રાખે છે તે પૂરી થતાં મંદિરે ગોળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. બાદરપુરા ગામે આવેલા આ અતિ પૌરાણિક મંદિરમાં બે શિવલિંગ આવેલા છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તમિલનાડુના મંદિરમાં બે શિવલિંગ છે. અને ત્યારબાદ બાદ બાદરપુરા ગામે આવેલા હરહર ગંગેશ્વર મહાદેવ મંદિરે સ્વયંભૂ બે શિવલિંગ છે.
કોઈ દિવસ ગ્રામજનો માથે કોઈ આફત આવી નથી
વર્ષો પહેલા આ મંદિર નજીક પર્વતોમાં શિકાર કરવા માટે રાજાઓ આવતા હતા પરંતુ મંદિર આજુબાજુના વિસ્તારમાં કોઈ જગ્યાએ રાજા શિકાર કરી શકતા નહોતા એટલો આ ભોલેનાથનો આ જગ્યા ઉપર પ્રભાવ હતો. પર્વતોની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન ભોળેનાથની ગ્રામજનો પર કૃપા છે. કોઈ દિવસ ગ્રામજનો માથે કોઈ આફત આવી નથી. દરેકે ગ્રામજનો ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. હરહર ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. શ્રાવણ માસમાં આ મંદિરે ભક્તોની ભારે ભીડ હોય છે. પર્વતોની ગિરિમાળાઓમાં આવેલા આ મંદિરે અનેક લોકો દર્શન કરવા માટે આવે છે અને પર્યટકો પર્વતો ઉપર ટ્રેકિંગ પણ કરે છે. ભાવિકો દર્શન કરવા આવે છે સાથે સાથે આ જગ્યા પર્યટક સ્થળ જેવી છે એટલે ભક્તિ બાદ સુંદર કુદરતી વાતાવરણમાં પરિવાર સાથે આનંદની મોજ માણે છે.
આ પણ વાંચો: અમદાવાદના ગોતામાં આવેલું છે વિશ્વનાથ મહાદેવનું મંદિર, જ્યાં દર્શન માત્રથી મન થાય છે શાંત
પાંડવો અજ્ઞાતવાસ સમયે આ સ્થળ પર રોકાયેલા
પર્વતોની ગોદમાં બિરાજમાન હરહર ગંગેશ્વર મહાદેવ ભાવિકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે. ગ્રામજનો ભગવાન ભોલેનાથ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે. દૂર દૂરથી અનેક ભક્તો દર્શન માટે આવે છે. નિસંતાન દંપતિ મહાદેવના શરણે આવી માનતા રાખે છે અને ભગવાન હરહર ગંગેશ્વર મહાદેવ દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે.એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ પર અનેક ઋષિમુનિઓએ તપશ્ચર્યા કરી છે. પાંડવો પણ તેમના અજ્ઞાતવાસ સમયે આ સ્થળ પર રોકાયેલા અને કુંતા માતા મંદિરની બાજૂમાં આવેલી પત્થરની ગાદી છે ત્યાં આરામ કરતા. પર્વતના એક પત્થર ભીમના પગનુ પણ નિશાન આવેલુ છે. બાદરપુરા ગામે આવેલા આ હરહર ગંગેશ્વર મહાદેવના મંદિરે અનેક ધાર્મિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં અવિરત બીલીપત્ર ચઢાવવા માટે લોકોની ભારે ભીડ જામે છે. પર્વતોની ગિરિમાળાઓમાં આવેલા આ મંદિરે વિશાળ જગ્યા હોવાથી અનેક લોકો અહીંયા પોતાના પ્રસંગો પણ ઉજવે છે અને ગામ અને બહારના લોકો હર ગંગેશ્વર મહાદેવ ઉપર ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે એટલે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા મંદિરે આવીને મહાદેવજીના અચૂક દર્શન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.