Palak and paneer should not be eaten together experts have made a shocking revelation
ના હોય! /
એક સાથે ન ખાવા જોઈએ 'પાલક અને પનીર', શરીરને થાય છે મોટુ નુકસાન, એક્સપર્ટ્સે કર્યો ચોંકાવનારો ખુલાસો
Team VTV12:31 PM, 01 Dec 22
| Updated: 12:35 PM, 01 Dec 22
પાલકની સાથે તમે ઘણી ડિશ તૈયાર કરી શકો છો. પરંતુ જો એવું પુછવામાં આવે કે પાલક સાથે બનાવવામાં આવતી સૌથી પોપ્યુલર ડિશ કઈ છે તો તમે ચોક્કસ કહેશો કે 'પાલક પનીર'. પરંતુ હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ બન્ને વસ્તુ સાથે ન ખાવી જોઈએ.
એક સાથે ન ખાવા જોઈએ પાલક અને પનીર
હેલ્થ એક્સપર્ટ્સે કર્યો ચોંકાવનારો ખુલાસો
જાણો શું કહે છે એકપર્ટ્સ
શિયાળો આવી ગયો છે અને બજાર સિઝનલ શાકભાજીથી ભરાઈ ગયું છે. એવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શિયાળામાં આવતા શાકભાજીનો ભરપૂર સ્વાદ લેવામાં આવે. પાલક શિયાળામાં ખુબ જ સરળતાથી મળે છે. પાલકમાં પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે.
તમે પાલક સાથે તમે ઘણી વાનગીઓ તૈયાર કરી શકો છો. પરંતુ જો એવું પુછવામાં આવે કે પાલક સાથે બનાવવામાં આવતી સૌથી પોપ્યુલર ડિશ કઈ છે તો તમે ચોક્કસ કહેશો કે 'પાલક પનીર'. જ્યારે પાલક પનીરને રોટલી, પરાઠા કે નાન સાથે ખાવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ વધી જાય છે.
એક સાથે ન ખાવા જોઈએ પાલક અને પનીર
પરંતુ શું તમે જાણો છો કે પાલક અને પનીર એક સાથે ન ખાવા જોઈએ. તેનું કોમ્બિનેશન સારું માનવામાં આવતું નથી. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે.
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે શા માટે પાલક અને પનીરને એકસાથે ન ખાવા જોઈએ. પોતાના વીડિયોમાં તેણે કહ્યું કે, 'કેટલાક કોમ્બિનેશન એવા હોય છે કે તેને એકસાથે ન ખાવા જોઈએ.'
શું છે કારણ?
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, 'હેલ્ધી ઈટિંગનો અર્થ એ નથી કે યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવો. આ માટે યોગ્ય કોમ્બિનેશન હોવું પણ જરૂરી છે. અમુક ફૂડ કોમ્બિનેશન છે જે એકસાથે ખાવા પર તે એકબીજાના પોષક તત્વોના શોષણને અટકાવે છે. આવું જ એક કોમ્બિનેશન છે કેલ્શિયમ અને આયર્નનું.
જ્યાં પનીર કેલ્શિયમનો ભંડાર છે, તો બીજી તરફ પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેમણે આગળ સમજાવ્યું, 'જ્યારે બંનેને સાથે ખાવામાં આવે છે, ત્યારે પનીરમાં હાજર કેલ્શિયમ પાલકમાં આયર્નનું શોષણ અટકાવે છે. જો તમે પાલકનો મહત્તમ લાભ લેવા માંગતા હોવ તો પાલક બટેટા અથવા પાલકને મકાઈ સાથે ખાઓ.'